ભાવનગર: જિલ્લાના ખરકડી ગામે ધોરણ નવના વિદ્યાર્થીઓને હનુમાનજીના મંદિરમાં બેસીને પરીક્ષાનું પ્રથમ પેપર આપવું પડ્યું છે. જેની પાછળનું કારણ એવું છે કે નજીકના ગામમાં અભ્યાસ કરતા દેવગણા ગ્રાન્ટેડ સ્કૂલના વિદ્યાર્થીઓને સરકારની ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળી રહી નથી જેની રજૂઆત પણ થઈ હતી પરંતુ પ્રશ્નનું નિરાકરણ નહીં આવતા આશ્રમમાં બેસીને છ માસિકની પરીક્ષા આજે ખરખડી ગામના વિદ્યાર્થીઓને આપવી પડી હતી.
અ અંગે વિગતે વાત કરીએ તો, ભાવનગર ઘોઘા તાલુકાના ખરકડી ગ્રામજનો દ્વારા માંગ કરાઈ હતી કે તેમને સરકાર દ્વારા શરૂ કરાયેલ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પૂરી પાડવામાં આવે પરંતુ વાતની અવગણના થતા વાત વટે ચડી હતી અને ગ્રામ લોકો દ્વારા નિર્ણય લેવાયો હતો કે અમારા ગામના એક પણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે શાળાએ નહીં જાય અને બન્યું પણ એવું જ. જેના કારણે શાળાના આચાર્ય પરીક્ષાના પેપર લઈને ખરકડી ગામે પહોંચ્યા હતા અને જ્યાં મંદિરમાં બેસાડીને ગુજરાતીનું પ્રથમ પેપર ધોરણ નવના વિદ્યાર્થીઓને આપવું પડ્યું હતું
જો કે અગાઉ ચાર મહિના સુધી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા શરૂ રહી હતી અને બાદમાં અચાનક જ ખાનગી વાહન વાળાને રૂપિયા નહીં મળવાના કારણે તેમને સ્કૂલ વાહન બંધ કરી દીધી હતું. આ બાબતે આચાર્ય દ્વારા જણાવ્યું હતું કે જ્યારે સરકાર ટ્રાન્સપોર્ટેશનના રૂપિયા મંજૂર કરતી હોય છે ત્યારબાદ અમે સ્કૂલ વાહનોને આપી શકીએ છીએ. જોકે એક વાત એવી પણ જાણવા મળી હતી કે સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલી પાસેથી શાળાઓ દ્વારા રૂપિયા ઉઘરાવવામાં આવે છે અને તેમાંથી ટ્રાન્સપોર્ટેશનને આપવામાં આવે છે અને જ્યારે સરકારમાંથી મંજૂર થતા હોય છે ત્યારબાદ એ રૂપિયા સ્કૂલ વાહન ચાલકને આપવામાં આવે છે.
જોકે સામાન્ય રીતે સરકાર દ્વારા જે નિયમ બહાર પાડવામાં આવ્યો છે તેમાં ત્રણ કિલોમીટરથી વધારે અંતરમાં આવેલ સ્કૂલમાં વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે કોઈ અગવડતા ન પડે તેની માટે જિલ્લાની સર્વ શિક્ષણ અભિયાન દ્વારા નિયમ અનુસાર ટ્રાન્સપોર્ટેશન સુવિધામાં ઉભી કરવામાં આવતી હોય છે પરંતુ જ્યારે અંતરિયાળ ગામોમાં સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે જાય છે ત્યારે તેમને દર મહિને ટ્રાન્સપોર્ટેશનના રૂપિયા ભરવા માટે પણ અગવડતા ઊભી થતી હોય છે આવી પરિસ્થિતિમાં ગામના માજી સરપંચ અને ગ્રામજનો દ્વારા શાળાના આચાર્યને રજૂઆત કરાઈ હતી પરંતુ વાતનું વતેસર થઈ જતા બંને વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું હતું અને ત્યારબાદ શાળાના આચાર્ય કર્યું હતું. વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ ઉપર અસર ન પડે તે માટે છ માસિક પરીક્ષાનું પેપર લઈને આચાર્ય મંદિરના આશ્રમમાં પહોંચી ગયા હતા અને ત્યાં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ હતી અને નજીકમાં ગામ લોકો ત્યાં ઉભા રહ્યા હતા સવાલ એ વાતનો છે કે જ્યારે શિક્ષણની સ્થિતિ સુધારવાના પ્રયત્નો થતા હોય છે ત્યારે સરકારની સુવિધા પણ સમયસર મળી રહે તે જરૂરી છે.
આ પણ વાંચો...