ભાવનગર: વલ્લભીપુર નગરપાલિકામાં ભાજપના પાંચ નગરસેવકે ચેરમેન પદેથી રાજીનામા આપતા રાજકારણ ગરમાયું છે. વલ્લભીપુર નગરપાલિકામાં ઘણા લાંબા સમયથી વિખવાદો ચાલી રહ્યા છે ત્યારે વિખવાદ ચરમસિમાએ પહોંચ્યો હોય તેવું લાગી રહ્યું છે. પ્રમુખ અને ઉપપ્રમુખથી અમુક સભ્યો નારાજ હોવાની ચર્ચા વહેતી થઈ  છે. પાલિકામાં 24 માંથી 21 સભ્ય ભાજપના છતાં વિવાદ સામે આવી રહ્યો છે. વલ્લભીપુર શહેર ભાજપ પ્રમુખને રાજીનામા આપતા રાજકારણ ગરમાયું છે.


 



જે લોકોએ રાજીનામા આપ્યા છે તેમા ભાજપના નગરસેવક મહેશભાઇ કાલાણી (ચેરમેન લાઇટ સમિતી), ભોળાભાઇ ચાવડા (ચેરમેન પા.પુ. સમિતી), પાયલબેન મકવાણા (આરોગ્ય સમિતી ચેરમેન), વિજયસિંહ ગોહિલ (ચેરમેન બાંધકામ સમિતી), હંસાબેન સાગઠીયા (ચેરમેન ન્યાય સમિતી) આમ કુલ પાંચ નગરસેવકોએ ચેરમેન પદ ઉપરથી રાજીનામા ધરી દીધા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા આ રાજીનામાથી ભાજપ વલ્લભીપુર સંગઠન અને જિલ્લા સંગઠનમાં દોડધામ મચી જવા પામી છે.


કોળી સમાજમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા કુંવરજી બાળળીયાએ આપી પહેલી પ્રતિક્રિયા


રાજકોટ:  કોળી સમાજના અગ્રણી નેતા કુંવરજી બાળળીયાને જ્યારથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારથી રાજકારણ ગરમાયું છે. ભાજપના ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયાની આજે પ્રેસ કોન્ફરન્સ કરી પહેલીવાર નિવેદન આપ્યું છે. આજે કુંવરજી બાળળીયાએ કહ્યું કે, ગઈ કાલે રાત્રે સમાધાન થઈ ચૂક્યું છે, મારે ચંદ્ર વદન પીઠાવાલા સાથે વાત થઈ ગઈ છે અને હવે કોર્ટમાંથી કેસ પરત ખેંચવામાં આવશે. તો બીજી તરફ જ્યારે આ સમાધાનની વાત અંગે અજીત ભાઈને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, મારે કોઈની સાથે વાત થઈ નથી, તેઓ ખોટુ બોલે છે. નોંધનિય છે કે, ગઈકાલે કોળી સમાજના પ્રમુખ અજીત ભાઈએ કુવરજી બાવળીયા પર આકરા પ્રહારો કર્યા હતા. હવે બન્ને આગેવાનો એક બીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે. ત્યારે કોળી સમાજના આ બન્ને અગ્રણીઓનો વિવાદ આગામી સમયનાં કેવુ સ્વરૂપ ધારણ કરે તે જોવાનું રહ્યું.


ગુજ્જુ ગર્લ્સની કમાલ: ઈન્ડિયન ચેમ્પિયનશિપમાં ગુજરાતની મહિલા વોલીબોલ ટીમે રચ્યો ઇતિહાસ
Indian Championship:  ઈન્ડિયન ચેમ્પિયનશિપમાં ગુજરાતની મહિલા વોલીબોલ ટીમે ઇતિહાસ રચ્યો છે. વોલીબોલમાં પ્રથમવાર ચેમ્પિયન બનતા સમગ્ર રાજ્યનું નામ રોશન કર્યું છે. વોલીબોલમાં ચેમ્પિયન બનેલી ગુજરાતની ટીમમાં અડધા કરતા વધુ ખેલાડીઓ ગીર સોમનાથ જિલ્લાના હતા. વોલીબોલમાં કોડીનારના સરખડી ગામનો દબદબો યથાવત છે. 6 મહિલા ખેલાડીઓ સરખડીની અને 1 સિંધાજ ગામની હતી. એક જ ગામની ખેલાડીઓ અને નિયમિત સાથે પ્રેક્ટિસ કરતાં હોવાથી અદભુત કોમ્બિનેશન અને તાલમેલ જોવા મળતો હોવાનું તેમના કોચ પરીતા વાળાએ જણાવ્યું હતું. ગુજરાતની ટીમ વિજેતા બનતા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શુભેચ્છા પાઠવી છે.