Lok Sabha Election 2024: રાજ્યમાં લોકસભા ચૂંટણી માટેનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યૂ છે. પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે, 7 મેએ ગુજરાતમાં તમામ 26 લોકસભા બેઠકો પર એક જ દિવસે મતદાન યોજાશે, પરંતુ આ પહેલા ભાજપે છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા ક્ષત્રિય સમાજ સાથેના વિવાદનો ઉકેલ લાવી દીધો હોય તેમ ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ મોટુ નિવેદન આપ્યુ છે. ગઇકાલે પાલીતાણામાં સરવૈયા ફાર્મમાં ક્ષત્રિય સમાજની ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની હાજરીમાં એક મહત્વની બેઠક મળી હતી, જેમાં તમામ વિવાદોનો અંત આવ્યો હતો.
ગુજરાતમાં પ્રચાર પડઘમ શાંત થઇ ચૂક્યા છે, 7મી મેએ મતદાન થાય તે પહેલા ભાજપે ક્ષત્રિય સમાજ સાથે વાતચીત કરીને વિરોધને શાંત કરી દીધો છે. તાજા અપડેટ પ્રમાણે, ગઇકાલે પાલીતાણાના સરવૈયા ફાર્મમાં ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની અધ્યક્ષતામાં ક્ષત્રિય સમાજની એક મોટી બેઠક મળી હતી. જેમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ સ્પષ્ટતા કરી હતી કે, હવે ક્ષત્રિય સમાજમાં રોષ રહ્યો નથી, અને ભાજપની સાથે છે. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ બેઠકમાં જણાવ્યું કે, ક્ષત્રિય સમાજની લાગણી દુભાય તેનાથી મને પણ દુઃખ થાય છે. પરંતુ હવે હવે તલવાર ઉપાડવાની જરૂર નથી રહી. ક્ષત્રિય સમાજના મતો ભાજપની સાથે છે, મતદાનના દિવસે બટન બદાવી ભાજપને જીતાડવાની જરૂર છે. સરકારને સહયોગ કરવા બધા સમાજને વિનંતી છે. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ વધુમાં જણાવ્યુ કે, છેલ્લા સાત ટર્મથી અમને બધા જ સમાજનો ટેકો મળી રહ્યો છે. રાષ્ટ્ર ભાવના સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજના મતો ભાજપની સાથે છે. સમાજના આગેવાનો સાથે સમાધાન માટે બેઠક મળી હતી, પરંતુ કોંગ્રેસે સમાધાન ના થવા દીધુ. હવે ક્ષત્રિય સમાજ ભાજપની સાથે છે.
ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ બેઠકમાં જણાવ્યું કે, ક્ષત્રિય સમાજે જે પ્રમાણે બલિદાન આપ્યું છે, એજ વિચાર સાથે આજે નરેદ્ર મોદી ચાલી રહ્યાં છે, સમાજ ભાજપની સાથે રહેશે. સમાજના દરેક આગેવનો આવ્યા હતા, રાષ્ટ્રીય પ્રેમ ભાવના સાથે આવ્યા હતા અને વધુમાં વધુ ભાજપને મત મળે એ પ્રમાણે કામ કરશે. એક શબ્દ બોલવાની ભૂલથી મને પણ દુઃખ છે અને જેના માટે સમાજ માટે સમાધાનની બેઠક મળી હતી, પરંતુ કોંગ્રેસએ સમાધાન થવા દીધું નહીં. પરંતુ હાલ જે પ્રમાણે સમાજનાં લોકોની બેઠક મળી છે એમાં પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.