ભાવનગર શિક્ષણ મંત્રીના વિસ્તારમાં શાળાઓની જર્જરિત હાલત અને બાળકોના અભ્યાસ પડતી અગવડતા અને શાળાઓની અવદશા અંગે દ્વારા એક અહેવાલ રજુ કરાયેલ જે અહેવાલની અસર દિલ્લી સુધી પોહચેલ અને દિલ્લીના મુખ્યમંત્રી મનીષ સીસોદીયા ગુજરાતના કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના મત વિસ્તારમાં પ્રાથમિક શાળાઓ અંગેની સ્થિતિ જાણી લોકો સમક્ષ તેનો અહેવાલ મૂક્યો હતો. 


જોકે દિલ્હી અને ગુજરાત વચ્ચે એજ્યુકેશન મોડેલ સારુ બતાવવા બંને સરકાર એકબીજાને ચેલેન્જ કરી રહી છે પરંતુ રાજનૈતિક  દાવપેચ રમી એકબીજા પર સોશિયલ મીડિયા દ્વારા આક્ષેપો કરી સારું એજ્યુકેશન મોડલ બતાવવા ભાજપ અને આમ આદમી પાર્ટીએ કમર કસી છે. 


ભાવનગર શિક્ષણની રાજનીતિ માટે એપી સેન્ટર બની ગયું છે, કેબિનેટ શિક્ષણ મંત્રીના મત વિસ્તાર અને જિલ્લામાં ઘણા વર્ષોથી પ્રાથમિક શાળાઓની સ્થિતિ ખરાબ હતી તેમ છતાં અત્યાર સુધી ગ્રાન્ટ ફાળવવામાં આવી ન હતી જ્યારે આમ આદમી પાર્ટીના ડેપ્યુટી સી.એમ મનીષ સિસોદિયા દ્વારા સરકારી શાળાઓની મુલાકાત બાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતી સફાળું જાગ્યું અને તાત્કાલિક ધોરણે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત જર્જરીત શાળાઓનાં રીનોવેશન માટે ત્રણ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા. 


આગામી દિવસોમાં શાળાઓનું રિનોવેશન કરવામાં આવશે પરંતુ સવાલ એ વાતનો છે કે જ્યારે કોઈ રાજનૈતિક પાર્ટી નેતાઓ સરકારના કાન ઢંઢોળે ત્યારબાદ જ સરકાર શા માટે જાગે છે, અત્યાર સુધી બાળકો જીવના જોખમે નીચે અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે શા માટે ભાવનગર મનપા અને સત્તાધીશોએ રીપેરીંગ કામ માટે વિચાર્યું ન આવ્યો તેવું ભાવનગરની જનતા પૂછી રહી છે. 


ભાવનગર મહાનગરપાલિકા શિક્ષણ સમિતિ સંચાલિત શહેરમાં 55 સરકારી શાળાઓ આવેલી છે. જેમાં એક સર્વે મુજબ 40 થી વધારે એવી શાળાઓ છે કે જ્યાં બિલ્ડિંગોને નાનું મોટુ રિપેરીંગ કામ તાત્કાલિક કરાવવું જરૂરી છે. એબીપી અસ્મિતા દ્વારા પ્રાથમિક શાળાઓની મુલાકાત લેવામાં આવી ત્યારે અમુક શાળા એવી છે કે ત્યાં ભર ઉનાળે બાળકોને પીવા માટે પાણીની પણ સગવડતા નથી. બાળકો જગ મારફત પાણી પી રહ્યા છે જોકે આ અંગે પ્રાથમિક શાળાના આચાર્યે પણ શિક્ષણ સમિતિમાં લેખિત રજૂઆત કરી હોવા છતાં પણ આજદિન સુધી પાણીની સુવિધા પ્રાથમિક શાળામાં ઉપલબ્ધ થઇ નથી. 


જ્યારે અનેક પ્રાથમિક શાળાની દીવાલો પર જાડ ઊગી ગયા છે. મધ્યાહન  ભોજન જમાડવા માટે સારી બેસવાની વ્યવસ્થા નથી, એક શાળામાં તો એવી છે કે ત્યાં બાળકોને બહાર તડકામાં બેસાડવા પડે છે, અને આ 40 બિલ્ડીંગો માંથી 10 બિલ્ડિંગો એવી છે કે જેનું તાત્કાલિક ધોરણે મોટો ખર્ચ કરી રીનોવેશન કામ કરાવવું પડે તેમ છે. આ તમામ જર્જરિત શાળાઓ અને બાળકોને પડતી હાલાકી અંગે મહાનગરપાલિકા અને શિક્ષણ વિભાગે જરૂરી કાર્યવાહી કરવી પડે તેમ છે.