Delhi News:દિલ્લીના કાલકાજી મંદિરમાં એક ધાર્મિક કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ગાયક બી પ્રાક કાલકાજીનો ભજનનો કાર્યક્રમ ચાલતો હતો. આ સમય દરમિયાન સ્ટેજ તૂટ પડતાં 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. 1 મહિલાનું મોત થયું છે.


દિલ્હીના કાલકાજી મંદિરમાં જાગરણ દરમિયાન સ્ટેજ તૂટી પડ્યું હતું. સ્ટેજ ધરાશાયી થવાને કારણે 17 લોકો  ઘાયલ થયા છે તો  એક મહિલાનું મોત થયું. તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે આયોજકો સામે ગુનો નોંધ્યો છે.






મળતી માહિતી મુજબ, સિંગર બી પ્રાક આ જાગરણમાં આવ્યા હતા, તેમને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. દરમિયાન જ્યારે બી પ્રાકે સ્ટેજ પર પોતાનું પર્ફોર્મન્સ શરૂ કર્યું ત્યારે સ્ટેજ તૂટી પડ્યું.


પોલીસના જણાવ્યા અનુસાર, 27-28 જાન્યુઆરીની મધ્યરાત્રિએ કાલકાજી મંદિરના મહંત કોમ્પ્લેક્સમાં માતા જાગરણ દરમિયાન લાકડા અને લોખંડની ફ્રેમથી બનેલું પ્લેટફોર્મ તૂટી પડતાં 17 લોકો ઘાયલ થયા હતા અને એકનું મોત થયું હતું. કાર્યક્રમના આયોજન માટે કોઈ પરવાનગી આપવામાં આવી ન હતી. જો કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પૂરતા પ્રમાણમાં જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. ત્યાં લગભગ 1500-1600 લોકોનો મેળાવડો હતો. ક્રાઈમ ટીમે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. અન્ય તમામ ઘાયલોની હાલત સ્થિર છે, જ્યારે કેટલાકને ફ્રેક્ચર થયું છે. આ મામલે આયોજકો સામે IPCની કલમ 337/304A/188 હેઠળ કેસ નોંધવામાં આવી રહ્યો છે.