બ્રાઝિલમાં એક પ્લેન ભીના રનવેના કારણે સ્લિપ થઇ ગયું હતું જેના કારણે હડકંપ મચી ગઇ હતી. આ ખતરનાક ઘટના બુધવારે બની હતી.  જ્યારે LATAM એરલાઈન્સની ફ્લાઈટ નંબર LA 3300 લગભગ 9:20 વાગ્યે સાઓ પાઉલો-ગુઆરુલહોસ એરપોર્ટ પરથી ટેકઓફ કર્યા બાદ ફ્લોરિઆનોપોલિસ-હર્સિલિયો લુઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવી ત્યારે બની હતી.


પ્લેન સ્લિપ થઇ જવાથી પેસેન્જરના મોબાઈલ કેમેરામાં  આ દ્રશ્યો કેદ થયા હતા. પ્લેન રનવે પરથી લપસી જતાં મુસાફરોમાં દોડધામ મચી ગઈ હતી. પ્લેનમાં બેઠેલા તમામ મુસાફરોએ બૂમો પાડવાનું શરૂ કર્યું. વાયરલ પ્રેસના અહેવાલ મુજબ, વીડિયો ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પ્લેનની બહાર વરસાદ પડી રહ્યો હતો અને રનવે સંપૂર્ણપણે ભીનો થઈ ગયો હતો.






 


વિમાનમાં સવાર મુસાફરો ચીસો પાડી રહ્યા હતા


પ્લેન સાથે જોડાયેલ વિડિયો રેકોર્ડિંગમાં એરબસ 321 રનવેની ડાબી બાજુએ સાઇડમાં પિચિંગ કરતી અને ઘાસવાળા વિસ્તાર તરફ સરકતી જોઈ શકાય છે. પ્લેનના રિવર્સ થ્રસ્ટર્સ કથિત રીતે સક્રિય હતા. પ્લેનની જમણી બાજુ રનવેના સખત ભાગ સાથે અથડાતાં પ્લેનમાં સવાર મુસાફરો સ્પષ્ટ રીતે બૂમો પાડતા સંભળાતા હતા. આ પછી, લેન્ડિંગ વ્હીલમાંથી એક ફૂટપાથમાં ફસાઈ ગયું.


તમને જણાવી દઈએ કે, રનવેની બોર્ડર પર ઉપયોગમાં લેવાતી વસ્તુઓ કથિત રીતે રનવેની પટ્ટી કરતા નરમ હોય છે. રનવે પરના ઘાસવાળા વિસ્તારમાં અથડાયા બાદ પ્લેનનું આગળનું વ્હીલ અટકી ગયું હતું.


ઈમરજન્સી સેવાને બોલાવવામાં આવી હતી


પ્લેન રનવે પરથી સરકી જતાં તાત્કાલિક ઇમરજન્સી સેવાને બોલાવવામાં આવી હતી. મોબાઈલ સીડીઓની મદદથી મુસાફરો પ્લેનમાંથી બહાર નીકળ્યા. ફૂટેજમાં મુસાફરોને  ઉતરતા જોઇ શકાય છે કારણ કે કટોકટી સેવાના અધિકારીઓ સાથે હતા. ખતરનાક લેન્ડિંગ હોવા છતાં, કોઈને ઈજા થઈ ન હતી.  LATAM એ લેટિન અમેરિકાની અગ્રણી એરલાઇન્સમાંની એક છે.


 


એરલાઇન્સ બ્રાઝિલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "અમે ભારપૂર્વક જણાવીએ છીએ કે ફ્લાઇટ નંબર LA3300 ના તમામ 172 મુસાફરો અને 7 ક્રૂ સભ્યોને સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા અને તબીબી ટીમ દ્વારા મૂલ્યાંકન કર્યા પછી મુક્ત કરવામાં આવ્યા હતા."