Breaking News Live : મનીષ સિસોદિયાના જામીન પર આજે સુનાવણી, હરિયાણમાં ભયંકર રોડ અકસ્માત, કાર 100

Delhi Liquor Case:સિસોદિયાના 5 દિવસના રિમાન્ડ આજે પૂરા થતાં CBI તેમને કોર્ટમાં રજૂ કરશે, હરિયાણામાં ગમખ્વાર રોડ અકસ્માતમાં 6 આશાસ્પદ યુવકોના મોત અન્ય મહત્વની ખબર પર એક નજર

gujarati.abplive.com Last Updated: 04 Mar 2023 11:10 AM
'ભાજપના નેતાઓને ચપ્પલથી મારો... જો કર્ણાટકમાં બોલે શ્રીરામ' ચીફ , સેના પ્રમુખ પ્રમોદ મુથાલિકે કહ્યું,

કર્ણાટકમાં શ્રી રામ સેનાના વડા પ્રમોદ મુથાલિકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર વોટ માંગવા માટે ભાજપના નેતાઓ પર નિશાન સાધ્યું છે. કરકલામાં પ્રમોદ મુથાલિકે કહ્યું કે જો તેઓ ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લેશે તો ભાજપના નેતાઓને ચપ્પલથી મારવામાં આવશે. મુથાલિકે 23 જાન્યુઆરીએ જાહેરાત કરી હતી કે તેઓ કરકલાથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે વિધાનસભા ચૂંટણી લડશે.

વિપક્ષે CEC પર SCના નિર્ણયને પોતાની જીત ગણાવ્યો, અડવાણીએ 2012માં પણ આવી માંગ કરી હતી.

સુપ્રીમ કોર્ટે બુધવારે (2 માર્ચ) ઐતિહાસિક નિર્ણય આપ્યો હતો. તેમના નિર્ણયમાં, તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) અને ચૂંટણી કમિશનરો (EC) ની વર્તમાન સિસ્ટમને રદ કરીને નવી સિસ્ટમની જાહેરાત કરી. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને વિપક્ષોએ પોતાની જીત ગણાવી હતી.


સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે, ચૂંટણી પંચની નિમણૂક હવે નવી રીતે કરવામાં આવશે. તેમના મતે હવે માત્ર ત્રણ સભ્યોની સમિતિ ચૂંટણી પંચના વડાની નિમણૂક કરશે. દેશના વડાપ્રધાન, વિપક્ષના નેતા અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશને આ સમિતિમાં સામેલ કરવામાં આવશે.

વિન્ડફોલ ટેક્સઃ સરકારે ક્રૂડ પર ટેક્સ વધાર્યો, ATF અને ડીઝલ પર ટેક્સ ઘટાડ્યો

એક તરફ સરકારે દેશની પેટ્રોલિયમ કંપનીઓને રાહત આપી છે તો બીજી તરફ ઝટકો પણ આપ્યો છે. સરકારે આજથી ક્રૂડ, ડીઝલ અને એવિએશન ઈંધણ પરના વિન્ડફોલ ટેક્સમાં ફેરફાર કર્યો છે. એક તરફ, સરકારે ક્રૂડ ઓઇલ પર વિન્ડફોલ ટેક્સમાં વધારો કર્યો છે, તો બીજી તરફ, તેણે ડીઝલ અને એર ટર્બાઇન ઇંધણ (ATF) ની નિકાસ પર વધારાની ડ્યુટીમાં ઘટાડો કર્યો છે.

ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિર પર ફરી હુમલો, ખાલિસ્તાન સમર્થકોએ કરી તોડફોડ

ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિરો પર હુમલા ઓછા થવાનું નામ નથી લઈ રહ્યા. આવા કિસ્સા દરરોજ સામે આવી રહ્યા છે.  શનિવારે ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં, ખાલિસ્તાન સમર્થકોએ ફરી એકવાર બ્રિસબેનમાં શ્રી લક્ષ્મી નારાયણ મંદિરમાં તોડફોડ કરી છે.

Hyderabad News:હૈદરાબાદમાં શેરી કૂતરાનો ત્રાસ, રોજ ડોગ બાઇટનો 100 કેસ

હૈદરાબાદમાં કુતરા કરડવાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, શહેરની સરકારી  હોસ્પિટલમાં સૌથી વધુ કુતરા કરડવાના કેસ નોંધાય છે. એક દિવસમાં શ્વાન કરડવાના 100 જેટલા કેસ હોસ્પિટલમાં આવી રહ્યા છે. સરકારી ફિવર હોસ્પિટલના મેડિસિન પ્રોફેસર ડૉ. કોંડલ રેડ્ડીએ જણાવ્યું કે, આ સિઝનમાં કૂતરા કેર વધી ગયો છે.  જેના કારણે દરરોજ લગભગ 90 થી 110 કેસ ડોગ બાઇટના આવી રહ્યા છે.

Faridabad Accident News:ડમ્પર કાર અકસ્માતમાં 6 યુવકના કરૂણ

ગુરુગ્રામ-ફરીદાબાદ રોડ પર ગુરુવારે મોડી રાત્રે એક માર્ગ અકસ્માતમાં છ યુવકોના મોત થયા હતા. તમામ પલવલના કેમ્પ વિસ્તારના રહેવાસી હતા. બધા ગુરુગ્રામથી બર્થડે પાર્ટી પછી લગભગ 1.30 વાગ્યે પરત ઘરે જતાં હતા ત્યારે  ડમ્પરે  કારને એવી જોરદાર ટક્કર મારી કે કાર 100 મીટર સુધી ઘસડાઇ, કારમાં સવાર 6 યુવકના મોત થઇ ગયા

Faridabad Accident News:ડમ્પર કાર અકસ્માતમાં 6 યુવકના કરૂણ

ગુરુગ્રામ-ફરીદાબાદ રોડ પર ગુરુવારે મોડી રાત્રે એક માર્ગ અકસ્માતમાં છ યુવકોના મોત થયા હતા. તમામ પલવલના કેમ્પ વિસ્તારના રહેવાસી હતા. બધા ગુરુગ્રામથી બર્થડે પાર્ટી પછી લગભગ 1.30 વાગ્યે પરત ઘરે જતાં હતા ત્યારે  ડમ્પરે  કારને એવી જોરદાર ટક્કર મારી કે કાર 100 મીટર સુધી ઘસડાઇ, કારમાં સવાર 6 યુવકના મોત થઇ ગયા

Delhi Liquor Case:સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં સીબીઆઈએ 8 કલાકની પૂછપરછ બાદ રવિવારે (26 ફેબ્રુઆરી) મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. મનીષ સિસોદિયાએ ધરપકડ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે દખલ કરવાનો ઇનકાર કર્યો હતો અને તેમને નીચલી કોર્ટમાં અપીલ કરવા કહ્યું હતું.

બ્રેકગ્રાઉન્ડ

દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડ  કરાવામાં આવેલ  આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની જામીનની સુનાવણી શનિવારે (4 માર્ચ) થશે. સિસોદિયાએ શુક્રવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. સિસોદિયાના 5 દિવસના રિમાન્ડ આજે પૂરા થતાં CBI તેમને કોર્ટમાં રજૂ કરશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.