Breaking News Live Update: ચીનમાં 80 ટકા લોકો કોરોનાથી સંક્રમિત, ઉત્તર ભારત સહિત આ વિસ્તારમાં પડશે હાડ થીજાવતી ઠંડી

ચીનમાં કોરોના વાયરસે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આલમ એ છે કે અહીંની વસ્તીનો મોટો હિસ્સો સંક્રમિત થયો છે.

gujarati.abplive.com Last Updated: 22 Jan 2023 09:31 AM
જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદની આગાહી

24 જાન્યુઆરીની સાંજથી આકાશ ગાઢ વાદળછાયું રહેશે અને ત્યારથી 26 જાન્યુઆરીની સવાર સુધી મેદાની વિસ્તારોમાં હળવો વરસાદ અને ઝરમર ઝરમર વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની સંભાવના છે.  ઉત્તર ભારતમાં લઘુત્તમ તાપમાનમાં થોડો ઘટાડો થવાની ધારણા છે, પરંતુ તેમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. જોકે સપ્તાહના ઉત્તરાર્ધમાં લઘુત્તમ તાપમાનમાં વધારો અને મહત્તમ તાપમાનમાં નજીવો ઘટાડો થવાની ધારણા છે. શનિવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

Breaking News Live Update: ઠંડી અને ધુમ્મસના કારણે આજે 400 જેટલી ટ્રેનો રદ માત્ર ત્રણ ટ્રેનો ડાયવર્ટ કરાઇ

ઠંડી અને ધુમ્મસના કારણે ઘણી ટ્રેનોને અસર થઈ છે. IRCTC દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ભારતીય રેલવેએ આજે ​​લગભગ 400 એટલે કે 396 ટ્રેનો રદ કરી છે. રેલવેએ લાંબા સમય બાદ આટલી મોટી સંખ્યામાં ટ્રેનો રદ કરી છે. માત્ર ત્રણ ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રૂટ ડાયવર્ઝનવાળી ટ્રેનો જમ્મુ તાવી, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ અને નરસારપુર માટે જતી ટ્રેન છે.


 


બીજી તરફ રદ થયેલી ટ્રેનોની વાત કરીએ તો આ ટ્રેનો બિહાર અને ઉત્તર પ્રદેશ થઈને અન્ય શહેરોમાં જાય છે. રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ધુમ્મસ અને ઠંડીના કારણે 21 ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 45 ટ્રેનો આંશિક રીતે રદ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં 441 ટ્રેનો રદ કરવામાં આવી છે.

Breaking News Live Update: 60 હજાર લોકોના મોત થયા છે

ચીનના સત્તાવાર આંકડા મુજબ 12 જાન્યુઆરી સુધી અહીં 60 હજારથી વધુ લોકોના મોત થયા છે. તાજેતરમાં જ ચીને આ ડેટા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સાથે શેર કર્યો છે. ચીને ઝીરો કોવિડ નીતિ પાછી ખેંચી લેવાનું કારણ કોરોનાથી મૃત્યુની સંખ્યામાં ઉછાળાનું કારણ ગણાવ્યું હતું.

Breaking News Live Update: ગ્રામીણ વિસ્તારોની હાલત ખરાબ થઈ શકે છે

વૈજ્ઞાનિક વુ જુનયૂએ જણાવ્યું કે, ચં લ્રયૂનુર  ચીનના શહેરોના લોકો તેમના સંબંધીઓની મુલાકાત લેવા ગ્રામીણ વિસ્તારોમાં જાય છે. આવી સ્થિતિમાં, ગ્રામીણ વિસ્તારોમાં ચેપનો દર વધુ હોઈ શકે છે,  જો કે કોરોનાને રોકવા માટે ખૂબ જ ઓછી વ્યવસ્થા છે. બીજી તરફ, અન્ય એક અધિકારીએ કહ્યું છે કે ચીનમાં ગંભીર કોરોના દર્દીઓની સંખ્યા ઉચ્ચતમ સ્તર પાર કરી ચૂકી છે.

બ્રેકગ્રાઉન્ડ

ચીનમાં કોરોના વાયરસે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આલમ એ છે કે અહીંની વસ્તીનો મોટો હિસ્સો સંક્રમિત થયો છે. આ દરમિયાન ચીનના એક જાણીતા વૈજ્ઞાનિકે મોટો ખુલાસો કર્યો છે. ચાઇના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ચીફ એપિડેમિયોલોજિસ્ટ વુ જુનયૂનું કહેવું છે કે, આગામી બેથી ત્રણ મહિનામાં ચીનમાં કોરોના સંક્રમણમાં બીજી વખત વધારો થવાની શક્યતા ઓછી છે, કારણ કે 80 ટકા લોકો સંક્રમિત થયા છે.


ચાઇનામાં 21 જાન્યુઆરીએ શરૂ થયેલી  લ્યૂનર  નવા વર્ષની રજાઓ દરમિયાન મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરશે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં ચેપ વધી શકે છે, જો કે વૈજ્ઞાનિકોનો અનુમાન છે કે, હવે વધુ એક નવી લહેરની શક્યતા નહિવત  છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.