Aligarh Building Collapsed: જર્જરિત ઈમારત કે જેમાં એક વેરહાઉસ હતું. અહીં કોઈ પરિવાર રહેતો ન હતો. ઘટના સમયે ચાર લોકો સામાન બહાર કાઢવા અંદર ગયા હતા, જેમાંથી માત્ર એકનું મોત થયું હતું.
ઉત્તર પ્રદેશના અલીગઢમાં શનિવાર (15 ઓક્ટોબર)ના રોજ એક ઈમારતની છત ધરાશાયી થતાં ચાર લોકો ઘાયલ થયા હતા, જેમાંથી એક વ્યક્તિનું મોત થયું છે. ઘટના બાદ તાબડતોબ બચાવ કામગીરી ચાલુ કરાઇ હતી. બાકીના ત્રણ ઘાયલોની સ્થિતિ સ્થિર હોવાનું કહેવાય છે. જિલ્લા મેજિસ્ટ્રેટ ઈન્દર વિક્રમ સિંહે જણાવ્યું કે, ડોક્ટર અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
જિલ્લા મેજિસ્ટ્રેટ ઈન્દર વિક્રમ સિંહે જણાવ્યું કે, નબળી ઈમારતની અંદર એક ગોડાઉન હતું. અહીં કોઈ પરિવાર રહેતો ન હતો. ઘટના સમયે ચાર લોકો કેટલીક વસ્તુઓ લેવા અંદર ગયા હતા. આ સમય દરમિયાન છત ધરાશાયી થતાં ત્રણ લોકો ઘાયલ થયા હતા તો એકનું મોત થયું હતું. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે
ઘટનાના પગલે 4 બુલડોઝર, 6 એમ્બ્યુલન્સ, 1 ડોક્ટર, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે હાજર હતી. જરૂરિયાત મુજબ વધુ તૈનાત કરી શકાય છે. જેસીબી મશીન પણ સ્થળ પર મંગાવવામાં આવ્યું છે.
આ દરમિયાન ઉત્તર પ્રદેશમાં અકસ્માતના અહેવાલો સામે આવ્યા છે. અહીં અવિરત વરસાદને કારણે ઘણી નબળી ઈમારતોની છત ધરાશાયી થવાના અને મૃત્યુના સમાચાર પણ સામે આવ્યા છે. આ પહેલા અયોધ્યાના મિલ્કીપુરમાં મકાન ધરાશાયી થવાને કારણે બે અને અમરોહામાં દિવાલ ધરાશાયી થવાથી એક વ્યક્તિના મોત થયા હતા. તાજેતરના કેસમાં પણ એક વ્યક્તિના મોતના સમાચાર છે.
CRIME NEWS: પાલનપુરમાં યુવતીના અપહરણ બાદ આરોપીઓએ બે માસ સુધી બનાવી હવસનો શિકાર, આ રીતે પિડીતાએ બચાવ્યો જીવ
CRIME NEWS: પાલનપુર પોલીસ હેડ ક્વાર્ટર પાસે યુવતીનું અપહરણ અને દુષ્કર્મની ઘટના સામે આવી છે. 2 માસ અગાઉ પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતી યુવતીનું અપહરણ કરી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હોવાની વાત સામે આવી છે. 2 માસ બાદ યુવતીને મોકો મળતા ખેતરમાંથી ભાગી પાલનપુર પહોંચી હતી. દાંતા તાલુકાના ગોરાડ ગામના ઈસમો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપી પિતા અને 2 પુત્રો સહિત 4 સામે પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
સુરતમાં યુવતીની હત્યા
સુરતના રેલવે સ્ટેશન પાસે આવેલા અમિષા ચારરસ્તા સ્થિત મંથન કોમ્પલેક્સમાં દેહવિક્રયનો ધંધો કરતી મહિલાની હત્યા કરી દેવાઇ હતી. મધરાત્રે પૈસાના મુદ્દે થયેલા ઝઘડામાં ઝપાઝપી બાદ ઉશ્કેરાયેલા પ્રેમીએ લાકડાના પાટિયા મારી લલનાને મોતને ઘાટ ઉતારી દીધી હતી ત્યાર બાદ પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો. ગઈકાલે ગુરૂવારે સવારે અમિષા ચાર રસ્તા સ્થિત મંથન કોમ્પલેક્સમાં બીજા માળે રિનોવેટ થતી ઓફિસ નં.૨૦૯માંથી મહિલાની લાશ મળી આવી હતી.