MP:મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાના ઝાલ્લારમાં બસ અને કાર વચ્ચે અથડામણમાં 11 શ્રમિકોના મોત થયા છે અનેક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે તમામ મૃતકો મહારાષ્ટ્રના અમરાવતીથી પરત ફરી રહ્યા હતા.


મધ્યપ્રદેશમાં, ગુરુવારે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માતમાં 11 લોકોનાં મોત નિપજ્યાં, જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે. આ અકસ્માત બેતુલ જિલ્લાના ઝાલ્લર પોલીસ સ્ટેશન પાસે થયો હતો. બપોરે લગભગ 2.15 વાગ્યે, એક ટાવેરા કાર ખાલી બસ સાથે અથડાતા અકસ્માતમાં 11 લોકોના મોત થયા હતા, જ્યારે કારનો ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મૃતકોમાં પાંચ પુરુષો, ચાર મહિલાઓ અને બે બાળકોનો સમાવેશ થાય છે. તમામ મૃતકોના મૃતદેહને ઝાલર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મોકલવામાં આવ્યા છે. તમામ મૃતકો આ ગામના રહેવાસી હતા. સ્થળથી આ ગામનું અંતર માત્ર એક કિલોમીટર છે. દુર્ઘટના વિશે માહિતી આપતા બેતુલના એસપી સિમલા પ્રસાદે જણાવ્યું હતું કે, તમામ લોકો બેતુલના ઝાલરથી 20 દિવસ પહેલા અમરાવતીના એક ગામમાં કામ પર ગયા હતા, તમામ લોકો ગુરુવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ અમરાવતીથી ઝાલર જવા નીકળ્યા હતા, લગભગ પોણા બે વાગ્યાના અરસામાં. રાત્રે બે વાગ્યે ડ્રાઈવરને ઝોકુ આવી જતાં  કાર સીધી બસ સાથે અથડાઈ, અકસ્માત ખૂબ જ ભયાનક હતો, બે બાળકો સહિત તમામ 11 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા.


અકસ્માત એટલો ભંયકર હતો કે કારના ફુરચા ઉડી ગયા.  કારની તસવીર જોઈને અનુમાન લગાવી શકાય છે કે અકસ્માત ખૂબ જ ભયાનક હતો. અકસ્માત બાદ કારને કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતની માહિતી મળતાં જ એસપી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મૃતદેહોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મોકલવામાં આવ્યા હતા. હાલ મામલાની તપાસ ચાલી રહી છે. એસપી અને ડીએમએ પીડિત પરિવારોને સરકારના નિયમો અનુસાર સહાય આપવાની વાત કરી છે.


PMએ શોક વ્યક્ત કર્યો PM નરેન્દ્ર મોદીએ બેતુલમાં થયેલા દર્દનાક અકસ્માત પર શોક વ્યક્ત કર્યો. તેમણે તમામ 11 મૃતકોના પરિજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી રૂ. 2 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000ની સહાયની જાહેરાત કરી છે.