પેટ્રોલ ડિઝલના ભાવમાં સતત વધારો યથાવત છે. આજે પેટ્રોલના ભાવમાં 29 પૈસા અને ડિઝલની કિંમતમાં પ્રતિ લિટરે 30 પૈસાનો વધારો થયો છે. સતત વધી રહેલા ભાવ વધારાથી નાગરિકોને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 93 રૂપિયા 4 પૈસા થયો છે તો તો ડીઝલનો ભાવ 94 રૂપિયા ત્રણ પૈસા થયો છે.
તો આ તરફ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ડીઝલનો ભાવ 100ને પાર થઈ 100 રૂપિયા પાંચ પૈસા પર પહોંચ્યો છે. તો શ્રીગંગાનગરમાં શનિવારે પેટ્રોલની કિંમત 107ને પાર ગઈ છે. તો કર્ણાટકમાં પેટ્રોલનો ભાવ 100ને પાર ગયો છે.
આ પહેલા રાજસ્થાન, મધ્યપ્રદેશ,, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગણા અને લદ્દાખમાં પેટ્રોલનો ભાવ 100ને પાર થયો છે. તો દેશના 153 જિલ્લામાં પેટ્રોલની કિંમત રૂપિયા 100ને પાર ગઈ છે. અને જૂન મહિનાના પ્રથમ 12 દિવસમાં જ પેટ્રોલના ભાવમાં એક રૂપિયા 63 પૈસા અને ડીઝલના ભાવમાં એક રૂપિયા 60 પૈસાનો વધારો થયો છે.
ચાર મેટ્રો શહેરમાં પેટ્રોલની કિંમત
- દિલ્હી 96.41 રૂપિયા પ્રતિ લિટર
- મુંબઈ 102.58 રૂપિયા પ્રતિ લિટર
- કોલકાતા 96.34 રૂપિયા પ્રતિ લિટર
- ચેન્નઈ 97.69 રૂપિયા પ્રતિ લિટર
ચાર મેટ્રો શહેરમાં ડીઝલની કિંમત
- દિલ્હી 87.28 રૂપિયા પ્રતિ લિટર
- મુંબઈ 94.70 રૂપિયા પ્રતિ લિટર
- કોલકાતા 90.12 રૂપિયા પ્રતિ લિટર
- ચેન્નઈ 91.92 રૂપિયા પ્રતિ લિટર
વિતેલા 7 વર્ષમાં કેટલી વધી કિંમત ?
દર વર્ષે પેટ્રોલ ડિઝલ મોંઘા થતા જઈ રહ્યા છે. પરંતુ વિતેલા સાત વર્ષમાં કિંમતમાં ધરખમ વધારો થયો છે. આ દરમિયાન પેટ્રોલ ડિઝલમાં 30-35 રૂપિયા પ્રતિ લિટર વધારો જોવા મળ્યો છે.
- 2014-15- પેટ્રોલ 66.09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 50.32 રૂપિયા પ્રતિ લિટર
- 2015-16- પેટ્રોલ 61.41 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 46.87 રૂપિયા પ્રતિ લિટર
- 2016-17- પેટ્રોલ 64.70 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 53.28 રૂપિયા પ્રતિ લિટર
- 2017-18- પેટ્રોલ 69.19 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 59.08 રૂપિયા પ્રતિ લિટર
- 2018-19- પેટ્રોલ 78.09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 69.18 રૂપિયા પ્રતિ લિટર
- 2019-20- પેટ્રોલ 71.05 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 60.02 રૂપિયા પ્રતિ લિટર
- 2020-21- પેટ્રોલ 76.32 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 66.12 રૂપિયા પ્રતિ લિટર