નવી દિલ્હીઃ હીરો મોટોકોર્પે ભારતની પ્રથમ BS-6 કમ્પ્લાઈન્ટવાળી બાઈક Splendor iSmart લોન્ચ કરી છે. આ નવી બાઈકમાં પહેલાથી મોટું એન્જિન પણ આપવામાં આવ્યું છે. એટલું જ નહીં સ્ટાર્ટ-સ્ટોપ ટેક્નોલોજી પણ મળશે. અહીં તમને આ બાઇક સાથે જોડાયેલ 5 મોટી વાત જાણવા મળશે.


કંપનીએ નવી સ્પ્લેન્ડર આઈ સ્માર્ટની ડિઝાઇનમાં ખાસ બદલાવ કર્યો નથી પરંતુ તેમાં હવે નવા ડ્યૂલ ટોન બોડી ગ્રાફિક્સને સામેલ કરવામાં આવ્યા છે.

નવી Splendor iSmartમાં ડાયમંડ ચેસિસ આપવામાં આવી છે, જેની મદદથી દરેક પ્રકારના રસ્તા પર સરળતાથી ચલાવી શકાય છે. તેમાં +15 mmનું ફ્રન્ટ સસ્પેંશન, 180mmનું ગ્રાઉન્ડ ક્લીયરન્સ અને +36 mmનું વ્હીલબેસ આપવામાં આવ્યું છે.

નવી Splendor iSmartની એક્સ શો રૂમ કિંમત 64,900 રૂપિયા છે. આ 110cc એન્જિનવાળી બાઈક છે, જ્યારે આ કિંમતમાં 125 સીસી એન્જિનવાળી બાઇક બજારમાં મળે છે. એટલું જ નહીં બાઇકની કિંમત પણ જૂના મોડલની તુલનામાં 7470 રૂપિયા વધારે છે.

નવી Splendor iSmartમાં હવે મોટું 113.2સીસીનું એન્જિન લગાવવામાં આવ્યું છે. જે 9.0 PSનો પાવર જનરેટ કરે છે. જ્યારે જૂના મોડલનું 109.15 ccનું એન્જિન 9.4 PSનો પાવર આપે છે. આ બાઇક સિગ્નલ પર રોકાશે તો થોડી સેંકડો બાદ એન્જિન આપમેળે બંધ થઈ જશે અને જેવી ગ્રીન સિગ્નલ થશે અને ક્લચ દબાવીને બાઇકને સ્ટાર્ટ કરી શકાય છે. જે લોકો રેડ સિગ્નલ પર એન્જિન બંધ નથી કરતાં તેમને આ ફીચર્સ ઘણું કામનું સાબિત થશે.