2020માં નોકરીઓમાં મૂકવામાં આવેલા કાપ અને વધતી જતી બેરોજગારી વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે. 2021નુ વર્ષ નવા લોકોને રોજગારી આપી શકે છે. એક સર્વેમાં સામેલ 60 ટકા કંપનીઓ નવા પદો માટે પ્રતિભા શોધી રહી છે.  મર્સર મેટલરના અહેવાલો મુજબ ભરતી મેનેજરો 2021 માં રોગચાળો પૂર્વેની ભરતીના સ્તરે પાછા ફરવાની આશા રાખે છે.



મેટ્ટલના સીઈઓ સિદ્ધાર્થ ગુપ્તાએ જણાવ્યું હતું, કે “મહામારીના છેલ્લા 14 મહિનામાં ભરતીના વલણમાં ધરખમ ફેરફાર જોવા મળ્યા છે. આ અહેવાલ  ઉદ્યોગ જગતના નેતાઓને 2021 અને  બાદમાં ભરતી માટે નવા  અભિગમો પર વિચાર કરવા પ્રોત્સાહિત કરવામાં કરશે ”


'ધ સ્ટેટ ઓફ ટેલેન્ટ એક્વિઝિશન રિપોર્ટ 2021' શીર્ષકવાળી રિપોર્ટ, સી-સૂટના અધિકારીઓ અને તમામ ક્ષેત્રોમાં  500 કંપનીઓના એચઆર નેતાઓ વચ્ચે એક સર્વે પર આધારિત છે.  ક્ષેત્રોમાં શિક્ષણ સેવાઓ, નાણાકીય અને વ્યવસાયિક સેવાઓ, આરોગ્ય અને આતિથ્ય, આઇટી, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સનો સમાવેશ થાય છે.


સર્વેક્ષણ મધ્ય માર્ચ અને મેના મધ્યમાં કરવામાં  આવ્યો હતો.  રિપોર્ટના તારણોએ સંકેત આપ્યો છે કે વર્ચુઅલ હાયરિંગ એ ભરતીનું ભવિષ્ય છે કારણ કે સર્વેક્ષણ કરાયેલા લોકોમાંથી લગભગ અડધાએ જણાવ્યું હતું કે તેઓ  મહામારી દરમિયાન ડિજિટલ  માર્ગ અપનાવ્યો છે.  અહેવાલમાં જણાવાયું છે કે  ભાગ લેતી કંપનીઓની  81  ટકા કંપનીઓએ મહામારી દરમિયાન પ્રતિભા રાખવા માટે કેટલાક ફોર્મમાં વર્ચુઅલ પ્લેટફોર્મ પસંદ કર્યા છે.


રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ચુઅલ હાયરિંગ વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ પ્રતિભાને આકર્ષિત કરવા માટે ઝડપી અને ખર્ચ અસરકારક માધ્યમ હોવાથી ઓફલાઇનથી ઓનલાઈન ફેરવવામાં કંપનીઓને ફાયદો થયો છે. રિપોર્ટમાં આગળ એવું પણ દર્શાવવામાં આવ્યું છે કે કંપનીઓ નવા માહોલમાં પ્રમુખ ભૂમિકાઓને પુનર્જીવિત કરતા ઘણી નવી ભૂમિકાઓ બનાવી રહી છે.


આશરે  53 ટકા જેટલા ઉદ્યોગ નેતાઓ ઉત્પાદન અને તકનીકી સંબંધિત ભૂમિકા માટે ઉમેદવારોની નિમણૂક કરવાનું વિચારે છે, ત્યારબાદ સંચાલન (39.42 ટકા ) અને વેચાણની ભૂમિકાઓ ( 39 ટકા) છે 


ડેટાએ એમ પણ સૂચવ્યું છે કે 2021 માં સમાન રોજગારની તકો મોખરે છે, કારણ કે કંપનીઓ  ભવિષ્યના દૃષ્ટિકોણ તરફ આગળ વધી રહી છે, જે એક કાર્યબળને કામ પર રાખવા માટે આવશ્યક છે. 


જેમાં કહેવામાં આવ્યું કે વિવિધતા, સમાનતા અને સમાવેશ (ડીઈઆઈ) જેવી પ્રથાઓ પણ ભરતી પ્રક્રિયામાં બદલાવ કરી રહી છે.  રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપનીઓમાં આવા અભિગમથી સંબધ્ધતાની ભાવના ઉત્પન્ન થાય છે અને મજબૂત પ્રતિભા પાઇપલાઇન તૈયાર થવાની સંભાવના છે,  જે સંગઠનાત્મક વિકાસ માટે મહત્વપૂર્ણ છે.


અહેવાલમાં જાણવા મળ્યું છે કે સ્પેક્ટ્રમની મોટાભાગની કંપનીઓ પાસે લાંબી હાયરિંક સાઈકલ છે, જે એક અત્યધિક પ્રતિસ્પર્ધી બજારમાં સારી રીતે સંકેત નથી આપતા જે અપેક્ષાકૃત ઓછી સમય સીમામાં યોગ્ય પ્રતિભાને કામ પર રાખી રહ્યા છે. 



રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે આશરે  20 ટકા કંપનીઓએ એક મહિના કરતા ઓછા સમયના  એક નાની ભરતી ચક્રની  સૂચના આપી અને 25 ટકાએ કહ્યું કે તેમણે   ત્રણ મહિનાથી વધુ સમય લીધો છે. 35.92 ટકાથી વધુ કંપનીઓ પ્રતિભા  મેળવવા માટે એક  મહત્વપૂર્ણ પડકારના રૂપમાં  ડેટા- સંચાલિત અને ટેકનીક સક્ષમ ભરતી પ્રક્રિયાઓની  અછતની સૂચના આપી.