8th Pay Commission calculator: કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે 8માં પગાર પંચ (8th Pay Commission) ની ચર્ચાઓ હવે તેજ થઈ ગઈ છે. અંદાજે 5.5 મિલિયન નોકરી કરતા કર્મચારીઓ અને 6.9 મિલિયન પેન્શનરોના મૂળ પગાર (Basic Pay) માં મોટો વધારો થવાની પૂરી અપેક્ષા છે. આ નવું પગાર પંચ 1 જાન્યુઆરી, 2026 થી અમલમાં આવે તેવી શક્યતા છે, જોકે સરકાર દ્વારા મંજૂરી બાદ તેનું વાસ્તવિક અમલીકરણ 2027 ના મધ્યમાં થઈ શકે છે. પગાર વધારાની ચર્ચા વચ્ચે, હાથમાં આવનારી આ વધારાની આવકનું યોગ્ય આયોજન (Financial Planning) કરવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે.

Continues below advertisement

ફિટમેન્ટ ફેક્ટર મુજબ કેટલો વધશે પગાર?

તમને જણાવી દઈએ કે, 7માં પગાર પંચમાં સરકારે 2.57 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરીને લેવલ 1 ના કર્મચારીઓના મૂળ પગારમાં 18,000 રૂપિયા સુધીનો સીધો વધારો કર્યો હતો. હવે જો 8માં પગાર પંચમાં આ ગુણક 2, 2.5 અથવા 3 કરવામાં આવે, તો પગારમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળશે.

Continues below advertisement

ઉદાહરણ તરીકે, જો ફિટમેન્ટ ફેક્ટર 2.0 નક્કી થાય તો:

લેવલ 1: કર્મચારીઓનો પ્રારંભિક મૂળ પગાર 36,000 રૂપિયા (18,000 × 2) થઈ જશે.

લેવલ 7: આ સ્તરના કર્મચારીઓનો માસિક મૂળ પગાર 89,800 રૂપિયા સુધી પહોંચી જશે.

લેવલ 13: આ સ્તરના ઉચ્ચ અધિકારીઓનો માસિક મૂળ પગાર વધીને 246,200 રૂપિયા થઈ જશે.

આ પણ વાંચોઃ 8મું પગાર પંચ: HRA, પેન્શન અને પ્રમોશનના નિયમોમાં મોટા ફેરફારની તૈયારી? વાંચો વિગત

પગાર વધ્યા પછી રોકાણની રણનીતિ કેવી હોવી જોઈએ?

મોટાભાગે પગાર વધે એટલે લોકો ખર્ચ પણ વધારી દેતા હોય છે. કિંગ સ્ટબ અને કાસિવા એડવોકેટ્સના નિષ્ણાત રોહિતાશ્વ સિંહા વધેલા પગારના સંતુલિત ઉપયોગ માટે એક ખાસ ફાળવણી વ્યૂહરચના (Allocation Strategy) સૂચવે છે:

40 થી 50 ટકા રકમ: આ રકમને લાંબા ગાળાના રોકાણ અને નિવૃત્તિ (રિટાયરમેન્ટ) પ્લાનિંગમાં રોકો.

20 થી 30 ટકા રકમ: મોંઘા અને ઊંચા વ્યાજવાળા દેવા (હોમ લોન, કાર લોન કે ક્રેડિટ કાર્ડ) ચૂકવવા માટે વાપરો.

10 થી 20 ટકા રકમ: આકસ્મિક સંજોગો માટે ઈમરજન્સી ફંડ તરીકે અલગ રાખો.

બાકીના 10 થી 20 ટકા: આ રકમ તમારી જીવનશૈલી સુધારવા અને શોખ પૂરા કરવા પાછળ ખર્ચો.

નિષ્ણાતની ખાસ સલાહ છે કે, પગાર વધારો કાયમી છે, તેથી તેને 'કાયમી ખર્ચ વધારવાની આદત' બનાવવાને બદલે 'કાયમી સંપત્તિ'માં ફેરવવો જોઈએ. શોખ પૂરા કરતા પહેલા મોંઘી લોન પૂરી કરી નાણાકીય સ્થિતિ મજબૂત કરવી જરૂરી છે.

આ પણ વાંચોઃ 8મું પગાર પંચ: 1947 થી અત્યાર સુધી ક્યારે કેટલો વધ્યો લઘુત્તમ પગાર? જુઓ આંકડા

આવક અને કારકિર્દીના તબક્કા મુજબ પ્લાનિંગ

બેંકબજારના CEO અધિલ શેટ્ટીના મતે, કર્મચારીઓએ તેમની જરૂરિયાત અને આવક મુજબ પ્લાનિંગ કરવું જોઈએ:

ઓછી બચત વાળા કર્મચારી: તમારી પાસે જો પૂરતી બચત નથી, તો પહેલા 6 મહિના ચાલે તેટલું ઈમરજન્સી ફંડ બનાવો અને પછી હાઈ-ઈન્ટરેસ્ટ લોન ચૂકવો.

મધ્યમ આવક જૂથ: તમારા માટે નિવૃત્તિનું આયોજન શ્રેષ્ઠ છે. SIP અને અન્ય રોકાણ સ્કીમ્સને પ્રાથમિકતા આપો.

ઉચ્ચ આવક જૂથ: જેઓ પહેલેથી સારો પગાર મેળવે છે, તેઓ ઘર ખરીદવા કે બાળકોના ઉચ્ચ શિક્ષણ જેવા લાંબા ગાળાના લક્ષ્યો માટે વધુ રોકાણ કરી શકે છે.

વધુમાં, કારકિર્દીના શરૂઆતના તબક્કામાં રહેલા યુવા કર્મચારીઓએ ઈક્વિટી SIP અને NPS પર ફોકસ કરવું જોઈએ. જ્યારે નોકરીના મધ્ય તબક્કામાં આવતા લોકોએ SIP અને ડેબ્ટ (Debt) ફંડમાં બેલેન્સ જાળવવું જોઈએ. જેઓ નિવૃત્તિની એકદમ નજીક છે તેમણે જોખમ લેવાને બદલે VPF, NPS અને ફિક્સ ઇન્કમ આપતા સુરક્ષિત સાધનોમાં જ મૂડી રોકવી જોઈએ.

નોંધ: યોગ્ય નાણાકીય આયોજન વિના, પગાર વધારો ગમે તેટલો હોય તો પણ ઝડપથી ખર્ચાઈ જાય છે. અહીં આપેલી માહિતી નિષ્ણાતોના મંતવ્યો પર આધારિત છે. કોઈપણ મોટું રોકાણ કરતા પહેલા તમારા સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ એક્સપર્ટની સલાહ ચોક્કસ લેવી.