નેશનલ સિક્યિરૂટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL)એ ત્રણ વિદેશી ફંડોન એકાઉન્ટ ફ્રીઝ એટલે કે કામચલાઉ બંધ કરી દીધા છે. આ ફંડોએ અડાણી ગ્રુપની કંપનીઓમાં 43500 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. તેના કારણે અડાણી ગ્રુપની કંપનીઓમાં આજે મોટો કડાકો જોવા મળ્યો છે.


NSDLએ Albula ઇનવેસ્ટમેન્ટ ફંડ, Cresta ફંડ અને APMS ઇનવેસ્ટમેન્ટ ફંડના એકાઉન્ટ ફ્રીજ કર્યા છે. ડિપોઝિટરીની વેબાસઈટ અનુસાર આ એકાઉન્ડને 31 મેના અથવા તેના પહેલા જ ફ્રીઝ કરવામાં આવ્યા છે.


આ અહેવાલને કારણે આજે અદાણી ગ્રુપના શેરમાં મોટાપાયે કડાકો જોવા મળ્યો છે. અદાણી એન્ટરપ્રાઈઝીસના શેર 15 ટકા તૂટીને 1361.25 રૂપિયા પર પહોંચી ગયા. અદાણી પોર્ટ્સનો શેર 14 ટકા, અદાણી પાવર 5 ટકા, અદાણી ટ્રાન્સમિશન 5 ટકા, અદાણી ગ્રીન એનર્જી 5 ટકા અને અદાણઈ ટોટલ ગેસનો શેર 5 ટકા તૂટ્યો છે.


જોકે આ મુદ્દે હજુ સુધી અદાણી ગ્રુપ દ્વારા કોઈ નિવેદન સામે આવ્યું નથી. આ ત્રણેય ફંડ મોરીશ્યસના છે અને સેબીમાં તેને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) તરીકે રજિસ્ટર્ડ થયા છે. ત્રણેયની સંયુક્ત રીતે અદાણી એન્ટરપ્રાઈસીસમાં 6.82 ટકા, અદાણી ટ્રાન્સમિશનમાં 8.03 ટકા, અદાણી ટોટલ ગેસમાં 5.92 ટકા અને અદાણી ગ્રીનમાં 3.58 ટકાનું રોકાણ છે.


ઇકોનોમિક ટાઈમ્સ અનુસાર, ઓનરશિપ વિશે પૂરતી જાણકારી ન આપવાને કારણે આ કાર્રવાઈ કરવામાં આવી છે. એકાઉન્ટ ફ્રીઝ થવાનો મતલબ એ છે કે ફંડ હવે ન તો પોતાના ખાતામાંથી શેર વેચી શકશે અને ન તો શેર ખરીદી શકે છે.


વિદેશી રોકાણકારોને હેન્ડલ કરતાં ડિપોઝિટરીએ કહ્યું કે, મની લોન્ડ્રિંગ વિરોધી કાયદા (PMLA) અંતર્ગત આ એકાઉન્ટથી લાભ લેનાર માલિકો વિશે પૂરતી જાણકારી ન આપવાને કારણે આ કાર્રવાઈ કરવામાં આવી છે. કસ્ટડિયન સામાન્ય રીતે પોતાના ગ્રાહકોને આવી કાર્રવાઈ પહેલા નોટિસ આપે છે, પરંતુ ફંડ તરફતી કોઈ જવાબ ન મળવા પર એકાઉન્ટ ફ્રીઝ કરવા જેવી કડક કાર્રવાઈ કરવામાં આવી છે.