ભારતમાં કોરોનાની બીજી લહેરે ઓટો ઉદ્યોગને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. અનેક કાર બ નાવતી કંપનીઓના વેચાણમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આ મુશ્કેલ સમયમાં પણ ભારતમાં ત્રણ કરોડ રૂપિયાની કિંમતની કારના 50 યૂનિટ્ક્સ પહેલા જ બુક થઈ ગયા છે. આ કાર છે SUV Mercedes-Maybach GLS 600 4MATIC. કંપનીએ પોતાના આ મોડલને ભારતમાં લોન્ચ કર્યું છે. તેને મોટેભાગે ફિલ્મ ઉદ્યોગ, બિઝનેસ ઇન્ડસ્ટ્રીઝ અને રમત જગત સાથે જોડાયેલ લોકોએ બુક કરાવી છે.


ત્રણ કરોડ છે કિંમત


SUV Mercedes-Maybach GLS 600 4MATIC મર્સિડીઝ બેન્ઝની અલ્ટ્રા-લક્ઝી ‘મર્સિડીઝ મેબેક’ રેન્ચની પ્રથમ એસયૂવી છે, જેને ભારતમાં સારો રિસ્પોન્સ મળ્યો છે. Mercedes-Maybach A-Class બાદ આ ભારતમાં લોન્ચ થનાર બીજી મેબેક મોડલ છે. આ શાનદાર એસયૂવીની શરૂઆતની કિંમત 2.43 કરોડ રૂપિયા છે પંરતુ રોડ ટેક્સ અને ઇન્સ્યોરન્સ મળીને તેની કિંમત 3 કરોડે પહોંચી જાય છે.


શાનદાર છે એન્જિન


Mercedes-Maybach GLS 600 4MATIC એસયૂવીમાં 3,982 ccનું V8 એન્જિન આપવામાં આવ્યું છે, જે 6000-6500 rpm પર  410 kW (557hp)નો વધુમાં વધુ પાવર અને 2500-4500 rpm પર 730 Nmનો ટોર્ક જનરેટ કરે છે. તેના દમદાર એન્જિનની મદદથી આ કાર માત્ર 4.9 સેકન્ડમાં જ 0-100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. આ શાનદાર એસયૂવીની ટોપ સ્પીડ 250 kmph છે.


Mercedes Benz E Class નો નવો અવતાર, જાણો તેની ખાસિયત અને કિંમત


ભારતમાં આ મહિને લોન્ચ થવાની છે AUDIની S5 sportback કાર, જાણો શું છે આ કારના ખાસ ફીચર્સ


Citroen C5 Aircross India Review: આ કારણે અન્ય કારોથી અલગ છે Citroen C5 Aircross


Petrol-Disel Price Today: 100ને પાર પેટ્રોલ-ડીઝલના ભાવ ક્યાં જઈને અટકશે ? આજે ફરી કિંમત વધી


Tips: જો તમે પણ ખરીદી છે નવી કાર તો ન કરતાં આ ભૂલો, નહીંતર થશે મોટું નુકસાન