2020 સુધીમાં ભારતની સૌથી મોટી પુનઃપ્રાપ્ય ઊર્જા કંપની બનીશું
તેમણે લખ્યું, અમારું વિઝન 2025 સુધીમાં વિશ્વની સૌથી મોટી સોલર પાવર કંપની અને 2030 સુધીમાં સૌથી મોટી રિન્યુએબલ પાવર કંપની બનવાનું છે. 2019માં અદાણી ગ્રુપ વિશ્વની સૌથી મોટી છઠ્ઠી સોલાર કંપની હતી અને આ યાત્રાના ભાગ રૂપે અમે 2020 સુધીમાં ભારતની સૌથી મોટી પુનઃપ્રાપ્ય ઊર્જા કંપની અને 2021માં વિશ્વની ટોપ 3 સોલાર એનર્જી કંપની બનવાની પહોંચમાં છીએ.
હાલ પુનઃપ્રાપ્ય ઊર્જા ઉત્પાદન કરતી સંપત્તિનો કેટલો છે પોર્ટફોલિયો ?
પુનઃપ્રાપ્ય ઊર્જા ઉત્પાદન કરતી સંપત્તિનો અમારો હાલનો પોર્ટફોલિયો આજે 2.5 GWથી વધુ છે. 2.9 GWની ક્ષમતાનો નિર્મણાધીન પ્લાન્ટ કાર્યરત થયા બાદ 2020 સુધીમાં પોર્ટફોલિયો ડબલ થવાની ધારણા છે. 2025 સુધીમાં 18 GW સુધી પહોંચી શકીએ છીએ. આવું થાય તે માટે અમે અમારા 70 ટકાથી વધારે બજેટને એનર્જી વર્ટિકલમાંથી સ્વચ્છ એનર્જી અને કાર્યક્ષમ એનર્જીમાં રોકવા પ્રતિબદ્ધ છીએ તેમ કહ્યું હતું.
મુંબઈમાં 24 કલાક ખુલ્લા રહેશે મૉલ, રેસ્ટોરન્ટ અને પબ, કેબિનેટે આપી મંજૂરી