રાજ્યમાં આજે ફરી પેટ્રોલ-ડિઝલની કિંમતમાં ભાવ વધારો થયો છે. પેટ્રોલમાં પ્રતિ લિટરે 34 પૈસા અને ડિઝલમાં પ્રતિ લિટરે 28 પૈસાનો ભાવ વધારો થયો છે. નવા ભાવ વધારા સાથે રાજ્યમાં પેટ્રોલ-ડિઝલની કિંમત પ્રતિ લિટરે 100 રૂપિયાને નજીક પહોંચી ગઈ છે. ત્યારે હવે પેટ્રોલ-ડિઝલની કિંમત સામાન્ય નાગરિકો માટે હાલાકીનું કારણ બની રહ્યાં છે.



  • આઠ મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં નવા ભાવ વધારા સાથે પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 97.75 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.82 રૂપિયા પર પહોંચી છે.

  • ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 97.95 રૂપિયા અને ડિઝલની કિંમત 97.02 રૂપિયા પર પહોંચી છે.

  • રાજકોટમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 97.52 રૂપિયા અને ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.62 રૂપિયા પર પહોંચી છે.

  • વડોદરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 97.42 રૂપિયા અને ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.49 રૂપિયા પર પહોંચી છે.

  • જામનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 97.67 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.75 રૂપિયા પર પહોંચી છે.

  • જૂનાગઢમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.35 રૂપિયા અને ડિઝલની કિંમત પ્રતિ લિટરે 97.44 રૂપિયા પર પહોંચી છે.

  • સુરતમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 97.76 રૂપિયા અને ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.86 રૂપિયા પર પહોંચી છે.

  • ભાવનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 99.32 રૂપિયા અને ડિઝલની કિંમત પ્રતિ લિટરે 98.38 રૂપિયા પર પહોંચી છે.


દરરરોજ 6 કલાકે કિંમતમાં ફેરફાર થાય છે


પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ કલાકે બદલાય છે. એટલે કે સવારે છ કલાકથી નવા દર લાગુ થઈ જાય છે. એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે.


પેટ્રોલ ડીઝલની કિંમત દરરોજ સવારે 6 કલાકે અપડેટ થાય છે. પેટ્રોલ ડીઝલના રોજના રેટ SMS દ્વારા પણ જાણી શકો છે. ઇન્ડિયન ઓઈલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલના ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર મોકલી ભાવ જાણી શકે છે. જ્યારે એચપીસીએલના ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.