EPFO New Rules: કોરોના કાળમાં પીએફ ખાતાધારકોને સરકારે એક મોટી સુવિધા આપી છે. આ મુશ્કેલ સમયમાં ક્યારેય પણ કોઇ મેડિકલ ઇમર્જન્સી આવી શકે છે. આવામાં હવે પીએફ ખાતાધારકોને પૈસાની ચિંતા નહીં કરવી પડે. જાણો છો આ ફેરફાર શું છે...... 


નવા નિયમ અંતર્ગત પીએફ ખાતાધારક મેડિકલ ઇમર્જન્સીમાં પીએફ એકાઉન્ટમાંથી એક લાખ રૂપિયાનુ મેડિકલ એડવાન્સ કાઢી શકે છે. 
આ સંબંધમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ 1 જૂને જ સર્ક્યૂલર જાહેર કરી દીધો હતો.
ફક્ત કોરોના વાયરસ જ નહીં પરંતુ અન્ય બિમારીઓમાં પણ ઇમર્જન્સીમાં હૉસ્પીટલમાં એડમિટ થવા પર પીએફમાંથી પૈસા કાઢી શકાય છે. 
નવા નિયમ અનુસાર કર્મચારી કે તેના પરિવારના કોઇ સભ્યને મેડિકલ એડવાન્સ લેવા માટે એક લેટર જમા કરવો પડશે.
દર્દી અને હૉસ્પીટલની જાણકારી આપવી પણ જરૂરી છે.


કઇ રીતે કાઢી શકો છો પૈસા- 
મેડિકલ એડવાન્સ epfindia.gov.in પર જઇને ક્લેમ કરી શકાય છે.  
આ વેબસાઇટ પર જવા પર તમને ઓનલાઇન સેવાઓ પર જવુ પડશે. 
અહીં તમને ક્લેમ (ફોર્મ -31,19,10 સી તથા 10 ડી) ભરવુ પડશે. 
હવે તમારા બેન્ક ખાતાના અંતિમ 4 આંકડા નોંધો અને તેને વેરિફાઇ કરો. 
Proceed for Online Claim પર ક્લિક કરો. 
ડ્રૉપ ડાઉનથી PF Advanceને પસંદ કરો (Form 31).
પૈસા કેમ કાઢી રહ્યાં છો તેનુ કારણ સિલેક્ટ કરો. 
અપેક્ષિત રકમ નોંધો, ચેકની સ્કેન કૉપી અપલૉડ કરો, અને પોતાનુ સરનામુ નોંધો. 
Get Aadhaar OTP પર ક્લિક કરો. 
આધાર લિન્ક્ડ મોબાઇલ OTP આવશે, આને ભરી દો. 
આની સાથે ક્લેમ ફાઇલ થઇ ગઇ છે. 


અત્યાર સુધી શું હતો નિયમ-
અત્યાર સુધી મેડિકલ ઇમર્જન્સીના સમય ઇપીએફથી પૈસા કાઢવાની સુવિધા હતી. આ પૈસા મેડિકલ બિલ જમા કર્યા બાદ મળતુ હતુ.
મેડિકલ એડવાન્સ સર્વિસ આનાથી અલગ છે, તમને વિના બિલથી પૈસા મળી જશે. 
તમને ફક્ત એપ્લાય કરવાની જરૂર છે, અને પૈસા તમાર ખાતામાં બસ થોડાક કલાકોમાં જ ટ્રાન્સફર જઇ જશે.