નવી દિલ્હીઃ ઓટો સેક્ટર હાલ મંદીમાંથી પસાર થઈ રહ્યું છે. દિવાળી મહિનાને બાદ કરતાં ઓટોના વેચાણમાં ઘટાડો થયો છે. હ્યુન્ડાઈ બાદ ઓટોમોબાઇલ કંપની નિસાન મોટર ઈન્ડિયાએ પણ જાન્યુઆરી, 2020થી 5% ભાવ વધારવાની જાહેરાત કરી છે. કંપની વધતી ઈનપુટ કોસ્ટની ભરપાઈ માટે કારના ભાવ વધારી રહી છે.


કંપનીના જણાવ્યા મુજબ, નવી કિંમતો જાન્યુઆરી 2020થી નિસાન અને ડેટસનના તમામ મોડલ્સ પર લાગુ થશે. આ મોડલ્સમાં ડેસટન Go, Go+, Redigoની સાથે નિસાન કિક્સ, ટેરાનો, સની માઈક્રા અને માઇક્રા એક્ટિવ સામેલ છે.

નિસાન મોટર ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર રાકેશ શ્રીવાસ્તવે કહ્યું, બજારની વર્તમાન પડકારભરી સ્થિતિમાં અમે વધેલી કોસ્ટના કારણે તમામ મોડલ્સના ભાવ વધારવા મજબૂર છીએ. આ પહેલા હ્યુન્ડાઈ મોટર્સ ઈન્ડિયાએ મંગળવારે તમામ કાર જાન્યુઆર 2020થી મોંઘી થઈ જશે તેમ કહ્યું હતું. હ્યુન્ડાઈ વધતી ઈનપુટ કોસ્ટની ભરપાઈ માટે તમામ મોડલ્સના ભાવમાં વધારો કરી રહી છે. હ્યુન્ડાઈએ કેટલો ભાવ વધારો થશે તે અંગે કોઈ જાણકારી આપી નથી.

નિસાન અને હ્યુન્ડાઈ ઉપરાંત મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ અને હીરો મોટોકોર્પે પણ તમામ મોડલ્સમાં ભાવ વધારવાની જાહેરાત કરી છે.

મોડાસાના પરિવારનો ઉદયપુરમાં ઝેર ખાઈ સામૂહિક આપઘાતનો પ્રયાસ, પતિ-પત્નીનું મોત, પુત્ર-પુત્રી સારવાર હેઠળ

IND vs WI: ઘાયલ ધવન વન ડે સીરિઝ પણ ગુમાવશે, જાણો કયા આક્રમક બેટ્સમેનનો કરાયો સમાવેશ

પુનર્જન્મનો ઉલ્લેખ કરી કોંગ્રેસ નેતા આનંદ શર્માએ કહ્યું- સરદાર પટેલ ક્યારેક મોદીને મળશે તો ખૂબ નારાજ થશે




Car loan Information:

Calculate Car Loan EMI