Onion Price: દેશભરમાં ટામેટાના ભાવ આસમાને છે. ક્યાંક ટામેટા રૂ.120 પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે તો ક્યાંક રૂ.200ને પાર કરી ગયા છે. જોકે કેટલીક જગ્યાએ ટામેટાંના ભાવમાં રાહત જોવા મળી છે. ટામેટા બાદ ડુંગળીના ભાવમાં પણ વધારો થવાની સંભાવના છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડુંગળીના ભાવમાં રેકોર્ડ વધારો થઈ શકે છે. હાલમાં ડુંગળીનો ભાવ રૂ.28 થી રૂ.32 પ્રતિ કિલો છે.
ડુંગળી કેટલી મોંઘી થઈ શકે?
ઓગસ્ટના અંતમાં રિટેલ માર્કેટમાં ડુંગળીના ભાવમાં રેકોર્ડ વધારો થઈ શકે છે. પુરવઠાની અછતને કારણે આગામી મહિનામાં ભાવ વધીને 60-70 રૂપિયા પ્રતિ કિલો થવાની શક્યતા છે. ક્રિસિલ માર્કેટ ઈન્ટેલિજન્સ અને એનાલિટિક્સનાં રિપોર્ટ અનુસાર, કિંમતમાં આટલા વધારા પછી પણ આ વધેલી કિંમતો 2020ના સર્વોચ્ચ સ્તરથી નીચે રહેવાની છે.
ક્યાં સુધી ભાવ વધશે
અહેવાલમાં જણાવાયું છે કે રવી ડુંગળીની શેલ્ફ લાઇફ 1-2 મહિના ઓછી થવાને કારણે અને આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં વેચવાથી, ઓપન માર્કેટમાં રવિ સ્ટોક સપ્ટેમ્બરને બદલે ઓગસ્ટના અંત સુધીમાં નોંધપાત્ર રીતે ઘટવાની ધારણા છે, જેનાથી તેના ભાવ વધશે. લોકોએ 15-20 દિવસ પુરવઠાની અછત અને ઊંચા ભાવનો સામનો કરવો પડે તેવી શક્યતા છે.
જાન્યુઆરીથી મે સુધી ડુંગળીના ભાવ નીચા હતા
ઓકટોબરમાં ડુંગળીનો નવો પાક આવશે ત્યારે ભાવ ફરી નીચે આવી શકે છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ઓક્ટોબર-ડિસેમ્બરના તહેવારોના મહિનામાં કિંમતોમાં વધઘટ, સ્થિર થવાની ધારણા છે. નોંધપાત્ર વાત એ છે કે જાન્યુઆરીથી મે દરમિયાન કઠોળ, અનાજ અને અન્ય શાકભાજી મોંઘા હતા, જે દરમિયાન ડુંગળીના ભાવે લોકોને રાહત આપી છે.
વાવેતરમાં ઘટાડો થવાની ધારણા
ડુંગળીના ભાવમાં થયેલા ઘટાડાને કારણે આ વખતે ખેડૂતોએ ડુંગળીનું ઓછું વાવેતર કર્યું છે, જેના કારણે આ વર્ષે વાવેતરમાં 8 ટકાનો ઘટાડો થવાની ધારણા છે અને ડુંગળીનું ખરીફ ઉત્પાદન વાર્ષિક ધોરણે 5 ટકા ઘટશે. વાર્ષિક ઉત્પાદન 29 મિલિયન ટન (એમએમટી) થવાની ધારણા છે, જે ગયા વર્ષ કરતાં 7% વધુ છે. તેથી, ખરીફ અને રવિ ઉત્પાદન ઓછું હોવા છતાં, આ વર્ષે પુરવઠામાં મોટી અછતની કોઈ શક્યતા નથી.
આ પણ વાંચોઃ
Ambalal Patel Forecast: રાજ્યમાં વરસાદની સિસ્ટમ સર્જાતા હળવાથી ભારે વરસાદ પડશેઃ અંબાલાલની આગાહી