મુંબઈ: દેશના સૌથી મોટા ઉદ્યાગપતિ મુકેશ અંબાણીના પુત્ર અને જાણીતા હીરાના બિઝનેસમેન રસેલ મહેતાની પુત્રી શ્લોકા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. ત્યારે લગ્ન અને વેડિંગ પાર્ટીના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. એવામાં એક એવો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં આકાશ અંબાણી પોતાની પત્ની શ્લોકા સાથે લિપ લૉક કરતા નજર આવી રહ્યાં છે. જેને વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.


આ વીડિયોમાં આકાશ અંબાણી અને શ્લોકા કપલ ડાન્સ કરી રહ્યાં હોય છે અને તે દરમિયાન  આકાશ શ્લોકાએ કિસ કરી દે છે. આકાશની આ હરકતથી શ્લોકા પણ શરમાઈ જાય છે પરંતુ ત્યાં હાજર મહેમાનો તાળીઓથી વધાવી લે છે.


આ વીડિયો રિસેપ્શનનો વીડિયો છે જેમાં શ્લોકા ગોલ્ડન કલરનો ગાઉનમાં નજર આવી રહી છે અને આકાશ બ્લેક કલરના સૂટમાં છે. તેની સાથે વેડિંગ પાર્ટીમાં લોકપ્રિય અમેરિકી પોપ બેન્ડ મરૂન 5એ પરફોર્મ કર્યું હતું.


આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્ન શનિવારે ધામધૂમથી યોજાયા હતા. ત્યાર બાદ રવિવારે કપલના લગ્નનું રિસેપ્શન રાખવામાં આવ્યું હતું. આ રિસેપ્શનમાં બોલિવૂડ સેલેબ્સથી રાજકીય અને રમત-જગતની હસ્તીઓ સામેલ થઈ હતી.