નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ભારત પ્રવાસનો આજે બીજો અને અંતિમ દિવસ છે. આજે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વીપક્ષીય મંત્રણા બાદ ભારતના ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં મુકેશ અંબાણી, કુમાર મંગલમ બિરલા, નારાયણ મૂર્તિ જેવા ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. ટ્રમ્પે ભારતીય ઉદ્યોગપતિઓને અમેરિકામાં રોકાણ કરવાની અપીલ કરી હતી.

તમારી પાસે ખાસ વડાપ્રધાન છેઃ ટ્રમ્પ

ભારતીય ઉદ્યોગપતિઓ સાથેની મુલાકાતમાં ટ્રમ્પે કહ્યું, ભારત-અમેરિકામાં સમાન લોકતંત્ર અને સમાનતાઓ છે. અહીં આવવાનું સન્માન મળ્યું તે સૌભાગ્યની વાત છે. તમારી પાસે ખૂબ જ ખાસ વડાપ્રધાન છે. તે ખરેખર જાણે છે કે તે શું કરી રહ્યા છે. તેમણે અદભૂત કામ કર્યું છે. અમે એક સાથે ખૂબ નજીકથી કામ કરીએ છીએ.


ફરી વાર જીતીશ ચૂંટણી

ભારતમાં સ્વાગત જોઈને હેરાન છું. નવેમ્બરમાં અમેરિકામાં થનારી ચૂંટણી પર ટ્રમ્પે કહ્યું હું ફરી ચૂંટણી જીતીને આવીશ. બીજી વખત જીતવાથી શેરબજારમાં જોરદાર વધારો થશે. આ દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પણ ટ્રમ્પને સવાલ કર્યો હતો.


બિઝનેસ સંબંધ વધુ મજબૂત કરવાની કોશિશ

ટ્રમ્પે કહ્યું, આગામી દિવસોમાં ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ અને બિઝનેસના સંબંધ વધારે મજબૂત થશે. અમારી કોશિશ દ્વિપક્ષીય આર્થિક સંબંધોને વધારે મજબૂત કરવાની છે. જે રીતે ભારતમાં મારું સ્વાગત કરવામાં આવ્યું તેનાથી હું ઘણો ખુશ છું.

કોરોના વાયરસને લઈ શું બોલ્યા ટ્રમ્પ

ભારતીય સીઈઓ સાથેની વાતચીત દરમિયાન ટ્રમ્પે કહ્યું કે, તમામ દેશો મળીને કોરોના વાયરસ સામે લડશે. મેં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાત કરી છે. ચીન સરકાર તેના પર  નિયંત્રણ મેળવવા સતત કોશિશ કરી રહ્યું છે. તેના પર જલદી કાબુ મેળવી લેવાશે તેમ લાગી રહ્યું છે.


બીજી ટેસ્ટ પહેલા કોહલીએ બેટ્સમેનોને આપ્યો આકરો સંદેશ, કહ્યું- આક્રમકતા જ છે હથિયાર, ડિફેંસિવ બેટિંગ ન ચાલે

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે જાહેર કરી Asia XI ટીમ, T-20 સીરિઝમાં રમશે આ છ ભારતીય ખેલાડી