અમદાવાદઃ ગુજરાતની અગ્રગણ્ય અને જાણીતી આઈટી કંપની સીટા સોલ્યુશન્સની નવી અત્યાધુનિક હેડ ઓફિસનું અમદાવાદ ખાતે ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે. લગભગ આઠ હજાર સ્ક્વેર ફિટ વિસ્તારમાં ફેલાયેલી અને 120 જેટલા ટેકનોક્રેટ અને કર્મચારીઓને સમાવતી સીટા સોલ્યુશન્સની આ નવી હેડ ઓફિસ સોફ્ટવેર ડેવલપમેન્ટ, વેબ ડેવલપમેન્ટ, ઈ-કોમર્સ સોલ્યુશન, મોબાઈલ એપ્લિકેશન, ઇન્ટરનેટ માર્કેટિંગ તેમજ આઈટી ક્ષેત્રને લગતી તમામ સેવાઓ પૂરી પાડવા સંપૂર્ણ સજ્જ છે.



આ અંગે વધુ જણાવતા સીટા સોલ્યુશન્સના ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર કિરણ સુતરિયાએ કહ્યું કે "અમારી આઈટી ક્ષેત્રને લગતી ઉત્કૃષ્ટ સેવાઓ અને ગ્રાહકોની સંતુષ્ટિને કારણે કંપની છેલ્લા કેટલાક વર્ષોથી સતત વિકાસ કરી રહી છે, અને આવનારા વર્ષોમાં પણ દેશ અને વિદેશમાં વિકાસની પુષ્કળ તકો જોતા કંપની વિસ્તરણની યોજના ધરાવે છે.  હાલમાં સીટા સોલ્યુશન્સ ભારત ઉપરાંત કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુ.કે, અને ઓમાન વગેરે દેશોમાં પણ કુલ 200 જેટલા ટેકનોક્રેટ અને કર્મચારીઓની ફોજ સાથે કાર્યરત છે.



આ સાથે સીટા સોલ્યુશન્સ દ્વારા સ્કિલ  ઇન્ડિયા કાર્યક્રમને  સપોર્ટ કરવાના ભાગ  રૂપે અને  સી.એસ.આર પ્રવૃત્તિ અંતર્ગત  "ગુરુકુલ" પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે.  જે  અંતર્ગત "ઇન્ફર્મેશન એન્ડ  ટેક્નોલોજી" વિષય સાથે  ડિપ્લોમા, સ્નાતક, કે  અનુસ્નાતક કક્ષાની શૈક્ષણિક લાયકાત ધરાવતા ફ્રેશ આઈટી (IT) પ્રોફેશનલ્સને  સીટા સોલ્યુશન્સના નિષ્ણાંત અને અનુભવી લોકોની ટીમ દ્વારા મલ્ટી મીડિયા, એસઇઓ, વેબ ડેવલપમેન્ટ, સોશિયલ  મીડિયા માર્કેટિંગ, ડોટનેટ વગેરે આઈટી વિષય પર નિઃશુલ્ક તાલીમ આપવામાં આવશે.



આ અંગે વધુ જણાવતા  સીટા સોલ્યુશન્સના ચેરમેન અને ફાઉન્ડર  કિરણ  સુતરિયાએ જણાવ્યું કે, ગુરુકુલ પ્રોગ્રામ દ્વારા  ફ્રેશ આઈટી (IT) પ્રોફેશનલ્સને એક મહિનાની ટ્રેનિંગ સાથે લાઈવ પ્રોજેક્ટ પર કામ કરવાની તક મળશે જે તેમનો આત્મ વિશ્વાસ વધારશે. આ ટ્રેનિંગને સફળતા પૂર્વક પુરી કરનાર ઉમેદવારને સીટા સોલ્યુશન્સ માં  નોકરી કરવાની તક પણ અપાશે. આ પ્રકારની ટ્રેનિંગ યુવા પ્રોફેશનલ્સના સમય  અને  પૈસાની બચત કરશે  અને  યોગ્ય રોજગારની તકો પુરી પાડશે.