નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતુ સુઝિકિ ઇન્ડિયાએ બુધવારે કહ્યું કે, તેણે હરિયાણામાં પોતાના પ્રોડક્શન પ્લાન્ટમાં બે દિવસ પ્રોડક્શન બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ પોતાના એક નિવેદનમાં કહ્યું કે, તે હરિયાણામાં ગુરુગ્રામ અને માનેસર સ્થિત પોતાના પ્રોડક્શન પ્લાન્ટમાં બે દિવસ પ્રોડક્શન બંધ રાખશે.


કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, તે હરિયાણા સ્થિત પોતાના બન્ને પ્રોડક્શન પ્લાન્ટમાં 7 અને 9 સપ્ટેમ્બરે પ્રોડક્શન પ્લાન્ટ સંપૂર્ણ બંધ રાખશે. કંપનીએ કહ્યું કે, આ બન્ને દિવસને ઝીરો પ્રોડક્શન ડે તરીકે જોવામાં આવશે. મારુતિ સુઝુકીએ 10 વર્ષમાં પ્રથમ વખત માનેસર અને ગુડગાંવ પ્લાન્ટને બંધ કરવાની જાહેરાત કરી છે. જોકે, પ્રોડક્શન રોકવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે સતત ઘટી રહેલા વેચાણને કારણે કંપનીએ આવો નિર્ણય કર્યો છે.

Maruti Suzukiના ઓગસ્ટ મહિનાના પ્રોડક્શનમાં 34 ટકાનો ઘટાડો નોંધાયો છે. કંપનીએ ઓગસ્ટ 2018માં 168,725 યુનિટ બનાવ્યા હતા જ્યારે ઓગસ્ટ 2019ના માત્ર 111,370 વાહનોનું પ્રોડક્શન કરવામાં આવ્યું હતું. કંપનીએ એક રેગ્યુલેટ્રી ફાઇલિંગમાં આ વાતનો ખુલાસો કર્યો છે. મારુતિ સુઝુકીના ઉત્પાદનમાં સતત સાતમાં મહિને ઘટાડો નોંધાયો છે. કંપનીનું કહેવું છે કે સ્ટોક વધી જતાં ડીલર્સ તણાવમાં હતાં. કંપનીનો ઉદેશ્ય સ્ટોક વધારવાને બદલે તહેવારોની સિઝનમાં મોટાપાયે પ્રચાર અભિયાન ચલાવીને સ્ટોક ક્લિયર કરવાનો છે.