ઓટોમોટિવ ઇનસાઈટ્સ અને એનાલિટિક્સ પ્રોવાઈડર JATO Dynamics Indiaના જુલાઈમાં શેર કરવામાં આવેલ ડેટા અનુસાર, દેશમાં જુલાઈમાં કુલ પેસેન્જર વ્હીકલનું વેચાણ 1,97,700 યૂનિટ રહ્યું છે જે જુલાઈ 2019માં વેચવામાં આવેલ 1,99,500ની તુલનામાં માત્ર એક ટકા ઓછું છે. આ વેચાણ એ તથ્યોને જોતા એક મોટો ઉછાળો ગણાય કે લોકડાઉને કારમે એપ્રિલમાં મોટાભાગના મેન્યુફેક્ચરર્સનું વેચાણ ઝીરો હતું. જોકે હજુ પણ લાંબો રસ્તો કાપવાનો છે. આવો જાણીએ જુલાઈમાં બેસ્ટ સેલિંગ કાર કઈ હતી.
મારુતિ સુઝુકી અલ્ટો ટોપ પર
વિતેલા મહિને મારુતી સુઝુકી અલ્ટો 13,654 યૂનિટ વેચાણ સાથે દેશની સૌથી વેચાતેયલ કાર તરીકે ટોપ પર રહી છે. જ્યારે બીજા નંબર પર પણ મારુતિ સુઝુકીની વેગન આર (13,515 યૂનિટ) અને બલેનો (11,575 યૂનિટ) રહી. જણાવીએ કે, જૂનમાં હ્યુન્ડાઈ ક્રેટા અને કિયા સેલ્ટોસ આ પોઝિઝન પર હતી. જુલાઈમાં ક્રેટા 11,549 યૂનિટ વેચાણ સાથે ચોથા નંબર પર રહી. જોકે આ કાર જુલાઈમાં પણ સૌથી વધારે વેચાતી એસયૂવી બની છે.
10 નંબર પર રહી કિઆ સેલ્ટોસ
મારુતિની સ્વિફ્ટ હેચબેક 10,173 ચૂનિટના વેચાણ સાથે પાંચમાં નંબર પર રહી. જ્યારે જૂનમાં સ્વિફ્ટ ટોપ 10માં ન હતી. છઠ્ઠા નંબર પર 9046 યૂનિટના વેચાણ સાથે મારુતિ સુઝુકીની ડિઝાયર રહી. જુલાઈમાં બે અન્ય મારુતિ સુઝુકીની કાર ટોપ 10માં આવી છે. અર્ટિગા એમપીવી અને ઈકો વેન, ક્રમશઃ 7504 અને 8501 યૂનિટ્સને વેચાણ સાથે સાતમાં અને આઠમાં નંબર પર રહી. હ્યુન્ડાઈની ગ્રાન્ડ આઈ 10એ પણ 8368 યૂનિટ સાથે ટોપ 10માં સ્થાન બનાવ્યું છે. જોકે કિઆ સેલ્ટોસ જે જૂનમાં ત્રીજા નંબર પર હતી તે 8270 યૂનિટના વેચાણ સાથે આ વખતે દસમાં નંબર પર રહી છે.
આ રીતે જુલાઈમાં દસ સૌથી વધારે વેચાયેલ કારમાં સાત કાર મારુતિ સુઝુકી ઇન્ડિયા, બે હ્યુન્ડાી ઇન્ડિયા અને એક કિઆ મોટર્સ ઇન્ડિયાની રહી. JATO Dynamics India અનુસાર આ દસ મોડલોનો જુલાઈમાં કુલ વેચાણમાં અડધો હિસ્સો હતો.
Car loan Information:
Calculate Car Loan EMI