ભાર્ગવે કહ્યું કે, “આ કારોબારનો ભાગ છે, જ્યારે માગ વધે છે ત્યારે કોન્ટ્રાક્ટ પર વધારે કર્મચારીઓની ભર્તી કરવામાં આવે છે અને જ્યારે માગ ઘટે છે ત્યારે તેની સંખ્યા ઘટાડવામાં આવે છે.”તેમણે કહ્યું, “મારુતિ સુઝુકી સાથે જોડાયેલ અંદાજે 3,000 અસ્થાયી કર્મચારીઓની નોકરી ગઈ છે.”ભાર્ગવે કહ્યું કે, ઓટો મોબાઈલ ક્ષેત્ર અર્થવ્યવસ્થામાં વેચાણ, સેવા, વીમો, લાઈસન્સ, પેટ્રોલ પંપ, ડ્રાઈવિંગ, પરિવહન સાથે જોડાયેલ નોકરી પેદા કરે છે. તેમણે ચેતવણી આપી કે વાહન વેચાણમાં થોડો પણ ઘટાડો આવે તો તેની નોકરીઓ પર મોડી અસર પડશે.
કંપનીએ કારના ઘટતી માગને ધ્યાનમાં રાખતા સરકાર પાસે છૂટની માગ કરી છે. કાર બનાવતી દેશની સૌથી મોટી કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાએ ઇલેક્ટ્રિક-વાહનોની સાથે ઇલેક્ટ્રિક વાહનોની સાથે હી હાઈબ્રિડ અને સીએનજી કાર માટે પણ ટેક્સમાં છૂટની માગ કરી છે. આરસી ભાર્ગવે રવિવારે કહ્યું કે, વ્યક્તિગત રીતે હું પર્યાવરણ-અનુકૂળ કારોને જીએસટીમાં લાભ પળે તેના પક્ષમાં છું. સરકાર ઈલેક્ટ્રિક વાહનોનો પર ટેક્સમાં છૂટ આપી રહી છે પરંતુ આ લાભ હાઈબ્રિડ કારોને પણ મળવો જોઈએ. સીએનજી વાહનો પર પણ છૂટ મળવી જોઈએ.