વિપુલ નામના યુઝર્સે સોશિયલ મીડિયામાં મંગળવારે ટ્વિટ કરીને મહિન્દ્રાને કહ્યું કે "સર હું તમારો મોટો પ્રશંસક છું. અને શું તમે મારા જન્મદિવસ પર મને મહિન્દ્રા થાર ગીફ્ટ કરશો."
આ ટ્વીટ પર આનંદ મહિનદ્રાએ રમજૂ અંદાજમાં જવાબ આપતા કહ્યં કે, "તમારા અતિશય આત્મવિશ્વાસને હું પૂરા માર્ક આપું છું. પણ દુર્ભાગ્યવશ હું આમ નહીં કરું. મારો ધંધા બંધ થઇ જશે." સાથે જ મહિન્દ્રાએ વિપુલ માટે એક ખાસ શબ્દ Chutzpahનો પણ ઉપયોગ કરી તેનો મતલબ સમજાવ્યો. આ ટ્વિટને અત્યાર સુધી 20 હજારથી વધુ લાઇક મળી ચૂક્યા છે. અને બીજા અન્ય યુઝર્સ પણ આ અંગે રસપ્રદ ટિપ્પણી કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે આનંદ મહિન્દ્રા અનેક વખત લોકોને ભેટમાં ગાડી આપી ચૂક્યા છે. સોશિયલ મીડિયામાં તેમને સૌથી એક્ટિવ બિઝનેસમેન તરીકે જોવામાં આવે છે. ટ્વિટર પર તેમના 71 લાખથી પણ વધુ ફોલોવર આજ કારણે છે.