નવી દિલ્હીઃ જો તમે ચાલુ મહિનામાં બેંકનું કોઈ અગત્યનું કામ કરવાના હો તો પહેલા આ સમાચાર જરૂર વાંચજો. માર્ચ મહિનામાં સતત 8 દિવસ સુધી બેંકિંગ સેવા અસરગ્રસ્ત રહેશે. જેના કારણે તમારે બેંક સાથે સંકળાયેલા કામ કરવા માટે રાહ જોવી પડી શકે છે. બેંકની રજાઓ અને કર્મચારીઓની હડતાળના કાણે 8 માર્ચથી 15 માર્ચ સુધી સતત આઠ દિવસ સરકારી બેંકોનું કામકાજ ઠપ રહી શકે છે. જેના કારણે જો તમારે બેંકમાં કોઈ ટ્રાન્ઝેક્શન કરવાનું હોય, ચેક ક્લિયર કરાવવાનો હોય કે અન્ય કામ હોય તો તેની પહેલા જ પતાવી દેજો.


8 માર્ચે રવિવારની રજા છે તેથી આ દિવસે બેંક નહીં ખુલે. 9 માર્ચે હોલિકા દહનના દિવસે દેશના કેટલાક રાજ્યોમાં રજા હોય છે, જ્યારે કેટલીક જગ્યાએ બેંકો ખુલ્લી હોય છે. હોલિકા દહનની પછીના દિવસે એટલે કે 10 માર્ચના દિવસે ધૂળેટીની દેશભરમાં જાહેર રજા છે. તેથી બેંકો બંધ રહેશે.

આ ઉપરાંત 11, 12 અને 13 માર્ચે સરકારી બેંકોના યૂનિયનોના નેતૃત્વમાં બેંક કર્મચારી હડતાળ પર જઈ રહ્યા છે. જેના કારણે ત્રણ દિવસ સુધી દેશભરની સરકારી બેંકો બંધ રહેશે. આ ઉપરાંત બેંકની હડતાળ ખતમ થયા બાદ 14 માર્ચે બીજો શનિવાર છે, જેના કારણે બેંકો બંધ રહેશે. 15 માર્ચે રવિવારના કારણે બેંકો બંધ રહેશે. આમ 8 માર્ચથી 15 માર્ચ સુધી બેંકિંગ સેવા પર અસર પડશે.

સરકારી બેંક કર્મચારીઓએ તેમનું વેતન વધારવામાં આવે તેવી માંગ કરી છે. જેને લઈ યૂનિયન બેંક એમ્પલોઇઝ ફેડરેશન ઓફ ઈન્ડિયા (BEFI) અને ઓલ ઈન્ડિયા બેંક એમ્પલોઇઝ એસોસિએશન (AIBEA)ને રાજ્ય દ્વારા સંચાલિત બેંકોને 11 થી 13 માર્ચ સુધી દેશવ્યાપી હડતાળ માટે આહ્વાન કર્યુ છે. બેંક યૂનિયનોએ અઠવાડિયામાં બે દિવસ રજાની પણ માંગ કરી છે.

ભારતમાં થયેલા ભવ્ય સ્વાગતથી ડોનાલ્ડ ટ્રમ્પ થયા ગદગદિત, અમેરિકાની સભામાં PM મોદીને લઈ આ કહી મોટી વાત