મુંબઈઃ બેંક ઓફ બરોડાએ ભાજપના નેતા મોહિત કમ્બોજને ‘વિલફુલ ડીફોલ્ટર’ (જાણી જોઈને લોન ન ચૂકવવી) જાહેર કર્યા છે. બેંકે બુધવારે આ મામલે તસવીર સાથે એક જાહેરાત આપી છે. બેંકે કહ્યું કે, આરબીઆઆના નિર્દેશો અનુસાર આ વિશે લોકને જાણકારી આપવામાં આવી છે. બેંકો મોહિતની સાથે જિતેન્દ્ર કપૂર નામની વ્યક્તિની તસવીર પણ છાપી છે અને તેને પણ વિલફુલ ડીફોલ્ટર જાહેર કરવામાં આવ્યા છે.




મોહિત કમ્બોજે બેંકના આ નિર્ણયને ષડયંત્ર ગણાવ્યું છે અને કાયદાકીય કાર્રવાઈ કરવાની ચેતવણી આપી છે. તેમણે એક પત્ર જારી કરીને કહ્યું કે, હું માત્ર લોન અપાવવામાં ગેરેન્ટર હતો. કમ્બોજે કહ્યું કે, ‘બેંકે ડાયરેક્ટર અને પ્રમોટરો વિરૂદ્ધ કોઈ કાર્રવાઈ ન કરી, પરંતુ ખોટી રીત અપનાવીને બેંક ગેરેન્ટરની છાપ ખરાબ કરી રહી છે.



તેમણે કહ્યું કે, 2014માં આ મામલે નીચલી કોર્ટમાં બીઓબી પહેલા કેસ હારી ચૂકી છે, જે રેકોર્ડ પર છે. બીઓબીએ જે કંપનીનો ઉલ્લેખ કરીને મારી તસવીર જારી કરી છે તે કંપનીનો હું પ્રમોટર ન હતો. માત્ર પર્સનલ ગેરેન્ટર હતો. પર્સનલ ગેરેન્ટર તરીકે મેં મારા ભાગની 76 કરોડ રૂપિયાની રકમ વિતેલા બે વર્ષમાં ચૂકવી દીધી છે. આ બધું ઓન રેકોર્ડ છે.