નાણામંત્રાલયે ટ્વીટમાં કહ્યું છે કે, સરકારે કોરોના વાયરસના સંક્રમણ પર નિરાકરણ માટે દેશમાં લાગૂ લોકડાઉનને જોતાં નાની બચત કરનાર જમાકર્તાઓના હિતોની રક્ષા માટે પીપીએફ, આરડી તથા સુકન્યા સમૃદ્ધિ ખાતેદારો માટે જોગવાઈમાં છૂટછાટ આપવામાં આવી છે.
આ ખાતાને સક્રિય રાખવા માટે ખાતેદારોને દર વર્ષે એક નક્કી થાપણ જમા કરાવવાની હોય છે. આમ નહીં થવાની સ્થિતિમાં ખાતેદારો પાસે વિલંબ ચાર્જ લેવામાં આવતો હતો. ખાતેદારો સામાન્ય નાણાંકીય વર્ષના અંતમાં આ યોજનાઓમાં જમા કરાવે છે કારણ કે તેમને આવકવેરા કાયદાની કલમ 80સી હેઠળ છૂટ મળે છે. આમ આ વખતે કોરોનાના લીધે વણસેલી પરિસ્થિતિને જોતા કેન્દ્ર સરકારે નાની બચત કરતાં ખાતેદારોને રાહત આપી છે.