બિટસ્કેપે જાહેર કર્યું છે કે તેણે વિન્ડોઝ સર્વર અને SQL સર્વરને માઈક્રોસોફટ એઝયોર એડવાન્સડ સ્પેશ્યલાઈઝેશનમાં સ્થાળંતર કર્યું છે, જે પાર્ટનરનાં ઊંડા જ્ઞાન, બહોળો અનુભવ અને વિન્ડોઝ સર્વર અને SQL સર્વર આધારિત વર્કલોડ્સને એઝયોરમાં સ્થળાંતરીત કરવાની નિપૂર્ણતા દર્શાવે છે. ગ્રાહકની સફળતાની આસપાસનાં ચુસ્ત ધોરણો અને સ્ટાફ સ્કીલીંગ તેમજ માઈગ્રેશન પ્રેક્ટીસીસ માટેનાં થર્ડ પાર્ટી ઓડિટમાં ઉર્તીણ થતાં પાર્ટનર્સ જ વિન્ડોઝ સર્વર અને SQL સર્વરનું એઝયોર એડવાન્સડ સ્પેશ્યલાઈઝેશનમાં માઈગ્રેશન કરી શકે છે.


કંપનીઓ તેમની એપ્લીકેશન્સને આધુનીકીરણ કરવા તરફ મીટ માંડીને ક્લાઉડ કોમ્પયુટીંગનાં સંપૂર્ણ ફાયદાઓ મેળવવા સજ્જ બની છે. તાજેતરનાં વિન્ડોઝ સર્વર 2008 R2 અને SQL સર્વર 2008 R2 માટેનાં એન્ડ – ઓફ સપોર્ટને કારણે આવી કંપનીઓ એસેસ, પ્લાન અને પ્રવર્તમાન વર્કલોડસને ક્લાઉડમાં સ્થળાંતરિત કરવા માટે પાર્ટનર તરફ મીટ માંડી રહી છે.

બિટસ્કેપનાં વાઈસ પ્રેસિડેન્ટ શ્રી રિંકેશ અરોરાએ જણાવ્યું હતું કે, બિટસ્કેપે અમારા ગ્રાહકોને ડિજીટલ રૂપાંતરણ યાત્રામાં મદદરૂપ થવાનું લક્ષ્ય રાખ્યું છે અને એડવાન્સડ સ્પેશ્યલાઈઝેશન હાંસલ કર્યું છે. જે બિટસ્કેપનાં માઈક્રોસોફટ એઝયોર અને માઈક્રોસોફટ ક્લાઉડ એપ્લીકેશન ફ્રેમવર્કમાં ઊંડું જ્ઞાન અને નિપૂણતા દર્શાવે છે. કોવિડ 19 પછી તમામ પ્રકારનાં વ્યાપારો માટે માઈક્રોસોફટ એઝયોર તે પસંદગીનું ક્લાઉડ પ્લેટફોર્મ બન્યું છે. અમે અમારા ગ્રાહકોને માઈક્રોસોફટનાં ત્રણેય ક્લાઉડસમાં મદદરૂપ થવાની પ્રતિબધ્ધતા દૃઢ કરી છે.

માઈક્રોસોફટ કોર્પનાં કોર્પોરેટ વાઈસ પ્રેસિડેન્ટ-વન કોમર્શિયલ પાર્ટનર શ્રી ગેવ્રિલા શુસ્ટરએ જણાવ્યું હતું કે માઈક્રોસોફટ એઝયોર એડવાન્સડ સ્પેશ્યલાઈઝેશનમાં વિન્ડોઝ સર્વર અને SQL સર્વર માઈગ્રેશન કરી શકનારા પાર્ટનર્સને સક્ષમ માનવામાં આવે છે. બિટસ્કેપે દર્શાવ્યું છે કે તેમનાં બંને ક્ષમતાઓ સ્કીલ્સ અને અનુભવ છે, કે જે ગ્રાહકોને સરળ સ્થળાંતર કરાવી શકે છે.