એમસીએક્સમાં સોના અને ચાંદીની ચમક વધી
બીજી બાજુ લોકલ માર્કેટમાં એમસીએક્સમાં સોનું અને ચાંદીની કિંમતમાં ઉછાળો આવ્યો છે. બુધવારે એમસીએક્સ પર સોનું 0.27 ટકા વધીને 4115 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું. જ્યારે ચાંદી 0.3 ટકા વધીને 66234 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ. વિતેલા સેશનમાં સોના અને ચાંદીની કિંમતમાં ક્રમશઃ 0.2 અને 0.9 ટકા વધ્યો. વૈશ્વિક બજારમાં ગોલ્ડ ડોલર સસ્તો થવાને કારણે વધ્યું છે. આઈબીજેએ અનુસાર મંગળવારે સોનું 49,007 રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહ્યું. જ્યારે ચાંદીની કિંમત 65801 રૂપિયા પ્રતિ કિલો રહી.
વૈશ્વિક બજારમાં સોનામાં તેજી
વૈશ્વિક બજારમાં સોનાની કિંમતમાં ઉછાળો આવ્યો છે. હાજર સોનું 0.5 ટકા વધ્યું છે અને તે 1848.30 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું છે જ્યારે ડોલર ઇન્ડેક્સમાં 0.14 ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે ચાંદીની કિંમતમાં 0.9 ટકાનો ઉછાળો આવ્યો છે અને તે 25.42 ડોલર પ્રતિ ઔંસ પર બોલાઈ રહી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનું કહેવું છે કે, આવનારા દિવસોમાં સોનાની કિંમતમાં ઉછાળો આવશે કારણ કે આર્થિક રિકવરીને કારણે તેની માગમાં ઉછાળો આવી શકે છે.