Stock Market Closing On 7 October 2024: અઠવાડિયાના પ્રથમ ટ્રેડિંગ સેશન ભારતીય શેર બજાર માટે બ્લેક મંડે (Black Monday) સાબિત થયો છે. વિદેશી રોકાણકારોની જંગી વેચવાલીને કારણે સતત છઠ્ઠા ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેર બજાર તીવ્ર વેચવાલી સાથે બંધ થયું છે. બેન્કિંગ, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સ્ટોક્સ પર સૌથી વધુ માર પડ્યો છે. આજના વ્યાપારમાં મિડકેપ અને સ્મોલકેપ સ્ટોક્સ ઊંધા મોઢે પડ્યા છે. આજનો વ્યાપાર પૂરો થતાં BSE 638 અંકના ઘટાડા સાથે 81050 અંક પર બંધ થયો છે જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 198 અંકના ઘટાડા સાથે 24,817 અંક પર બંધ થયો છે.


સેક્ટોરલ અપડેટ


આજના વ્યાપારમાં બેન્કિંગ અને એનર્જી સ્ટોક્સનું સૌથી વધુ નુકસાન થયું છે. નિફ્ટી બેંક 837 અંક અથવા 1.63 ટકાના ઘટાડા સાથે બંધ થયો છે. જ્યારે નિફ્ટીનો એનર્જી ઇન્ડેક્સ 2.52 ટકા અથવા 1050 અંકના ઘટાડા સાથે બંધ થયો છે. આ ઉપરાંત ઓટો, FMCG, મેટલ્સ, મીડિયા, હેલ્થકેર, ઓઇલ એન્ડ ગેસ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેર ઘટીને બંધ થયા. નિફ્ટીનો મિડકેપ ઇન્ડેક્સ પણ 1170 અંક અથવા 2 ટકા અને નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સ 495 અંક અથવા 2.75 ટકા ઘટીને બંધ થયો છે. માત્ર IT સેક્ટરના શેરોમાં થોડી તેજી જોવા મળી છે.


રોકાણકારોને 9 લાખ કરોડનું નુકસાન


 શેર બજારમાં ચોતરફી વેચવાલીને કારણે રોકાણકારોને ભારે નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ સ્ટોક્સનું માર્કેટ કેપ 452.20 લાખ કરોડ રૂપિયા પર બંધ થયું છે જે અગાઉના સત્રમાં 460.89 લાખ કરોડ રૂપિયા હતું. આજના વ્યાપારમાં રોકાણકારોની સંપત્તિમાં 8.69 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.


ઘટનારા-વધનારા સ્ટોક


આજના ટ્રેડમાં સેન્સેક્સના 30 શેરોમાંથી 7 શેર તેજી સાથે જ્યારે 23 ઘટીને બંધ થયા. નિફ્ટીના 50 શેરોમાંથી 10 તેજી સાથે અને 40 ઘટીને બંધ થયા. ચઢનારા સ્ટોક્સમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.46 ટકા, ITC 1.40 ટકા, ભારતી એરટેલ 1.31 ટકા, ઇન્ફોસિસ 0.80 ટકા, બજાજ ફાઇનાન્સ 0.74 ટકા, TCS 0.26 ટકા, ટેક મહિન્દ્રા 0.14 ટકાની તેજી સાથે બંધ થયા છે. જ્યારે અદાણી પોર્ટ્સ 4.08 ટકા, NTPC 3.50 ટકા, SBI 2.96 ટકા, પાવર ગ્રિડ 2.92 ટકા, ઇન્ડસઇન્ડ બેંક 2.43 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.


આ પણ વાંચોઃ


Bharat આટા, ચોખા અને દાળના ભાવ વધારવાની તૈયારીમાં સરકાર, જાણો કિંમતમાં કેટલો વધારો થશે


Gold Silver Rate: દિવાળી પહેલા જ સોના ચાંદીના ભાવ આસમાને, જાણો 22-24 કેરેટ સોનું કેટલું મોંઘું થયું