નવી દિલ્હી: આર્થિક મંદી અને નબળી માંગ વચ્ચે લોકોની નજર હવે બજેટ પર છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે બજેટ રજૂ કરવા જઈ રહ્યાં છે. એવામાં આશા રાખવામાં આવી રહી છે કે દેશની વર્તમાન આર્થિક સ્થિતિને ધ્યાન લેતા નાણામંત્રી ટેક્સમાં ઘટાડો, ખેડૂતો, મિડલ ક્લાસના લોકો અને એમએસએમઈ સેક્ટેરના લોકો માટે વિશેષે પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરી શકે છે.


મોદી સરકાર 2.0ના ગત વર્ષે રજૂ કરવામાં આવેલા વચગાળાના બજેટમાં ખેડૂતો અને ગરીબોને કેન્દ્રિત કરવામાં આવ્યા હતા. તેના બાદ જુલાઈ 2019માં નાણામંત્રી સીતારમણે પોતાનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. જેમાં કૉરપોરેટ અને બિઝનેસ જગતને રાહત આપનારી જાહેરાત કરવામાં આવી હતી. આ વખતે મિડલ ક્લાસ પર ફોકસ કરી શકે છે.

છેલ્લા 4-5 વર્ષથી અર્થવ્યવસ્થામાં મંદીના કારણે આવકમાં ઘટાડો અને મોંઘવારીના કારણે મધ્ય વર્ગ પર સૌથી વધુ ફટકો પડ્યો છે. એવામાં મધ્ય વર્ગના લાકો રાહત આપે તેની રાહ જોઈ રહ્યાં છે. કેન્દ્ર સરકારે કૉરપોરેટ માટે ટેક્સ ઘટાડીને 15 થી 22 ટકા કરી દીધો છે. તેથી વ્યક્તિગત આવકવેરાને 30 ટકા સુધી રાખવો અતાર્કિક લાગે છે.

ઈનકમ ટેક્સ મામલે બુનિયાદી છૂટની મર્યાદા વર્ષ 2014થી 2.5 લાખ રૂપિયા સુધી રહી છે. ગત વર્ષે તેને વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી, પરંતુ આ તે લોકો માટે જ જેની આવક 5 લાખ રૂપિયા સુધી છે. સરકારે 2.5 થી 5 લાખ રૂપિયા સુધીની આવક મર્યાદા પર ટેક્સના બદલે એકસમયે છૂટ આપે છે. તેથી વધારીને 5 લાખ રુપિયા સુધીની આવક પર સંપૂર્ણ રીતે ટેક્સ ફ્રી કરવું જોઈએ. તેનાથી દેશની એક મોટી નજસંખ્યાના ખિસ્સામાં ખર્ચ કરવા માટે પૈસા બચશે.જેનો સીધો ફાયદો લગભગ 5.5 કરોડ ટેક્સપેયર્સને થશે.