નવી દિલ્લીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે પોતાના બજેટમાં આવકવેરાના દરોમાં મોટો ફેરફાર કરીને 5 લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્ત કરી દીધી છે. મતલબ કે પાંચ લાખ રૂપિયા સુધીની આવક પર એક પણ રૂપિયો ઈન્કમટેક્સ નહીં લાગે.



મોદી સરકારે 2014ના ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચનનો સત્તામાં આવ્યાના છ વર્ષ બાદ અમલ કરીને કરોડો મધ્યમ વર્ગીય લોકોને મોટી રાહત આપી છે.


આ ઉપરાંત રૂપિયા 5 લાખથી રૂપિયા 7.5  લાખ સુધીની આવક પર 20 ટકાની જગ્યાએ 10 ટકા ટેક્સ લાગશે. રૂપિયા 7.5 લાખથી 10 લાખ રૂપિયા સુધીની આવક પર 20 ટકાની જગ્યાએ 15 ટકા ટેક્સ લાગશે. 10થી 12.5 લાખ રૂપિયા સુધીની આવક પર 30 ટકાની જગ્યાએ 20 ટકા ટેક્સ લાગશે જ્યારે 12.5થી 15 લાખ સુધીની આવક પર 30 ટકા ટેક્સ લાગશે.