નવી દિલ્હીઃ માર્ચ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. આ મહિને જો તમારે બેંકને લગતા કોઇ કામ હોય તો વહેલા પતાવી દેવા પડશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા કેલેન્ડરમાં આ મહિને બેંકમાં 11 રજા આવી રહી છે.


5, 11, 22, 29 અને 30 માર્ચના રોજ વિવિધ રજાના કારણે બેંકો બંધ રહેશ. જ્યારે 4 રવિવાર અને 2 શનિવાર મળી કુલ 11 દિવસ બેંકો બંધ રહેશે. આ દિવસોમાં બેંકોમાં કોઇ કામ નહીં થાય.

આ સિવાય બેંક કર્મચારીઓના નવ સંગઠને પણ 15 માર્ચથી બે દિવસની હડતાળની જાહેરાત કરી છે. બેંક સંગઠનોએ જાહેર ક્ષેત્રની બે બેંકોના ખાનગીકરણ સામે વિરોધ માટે હડતાળની ચીમકી ઉચ્ચારી છે. જોકે આ અંગે હજુ કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જો આ બે દિવસની હડતાળની જાહેર થશે તો 11ના બદલે 13 દિવસ બેંકોમાં રજા રહેશે.

વડોદરામાં મેમુના પેસેન્જર્સ પર ઝીંકાયો તોતિંગ વધારો, અપડાઉન કરનારા થઈ જશે લાંબા, જાણો વિગત

Amitabh Bachchan Health Update:  સર્જરી બાદ અમિતાભ બચ્ચને આ તસવીર કરી શેર, ફેન્સને લઇ કહી આ વાત