નવી દિલ્હીઃ ફ્રાન્સની ઓટો કંપની Citroenની ભારતમાં પહેલી કારનો ઇન્તજાર ખતમ થવા જઇ રહ્યો છે. કંપનીની C5 Aircrossની લૉન્ચિંગ ડેટથી સસ્પેન્સ ખતમ થઇ ગયો છે. આ કાર 7મી એપ્રિલે ભારતીય માર્કેટમાં એન્ટ્રી કરશે. જો તમે આ કાર ખરીદવા માંગતા હોય તો 50,000 રૂપિયાની ટૉકન મની આપીને આને પ્રી-બુક કરી શકો છે. કંપનીની La Maison ડીલરશીપ પર તમે આને પ્રી-બુક કરી શકે છે. આ કારની કિંમત 25 લાખની આસપાસ હોઇ શકે છે. આ કારની ખાસિયત એ છે કે આની કિંમત ઓછી કરવા માટે આમાં લગભગ 90 ટકા લૉકલ કન્પોનન્ટ્સનો યૂઝ કરવામાં આવ્યો છે.
આ છે ફિચર્સ....
Citroen C5 Aircross 8 ઇંચની ટચ સ્ક્રીન ઇન્ફોમેન્ટ સિસ્ટમ વાળી હશે. જે એપલ કાર પ્લે અને એન્ડ્રોઇડ ઓટોની સાથે આવશે. કારમાં ડ્યૂલ ટૉન ડેશબોર્ડ ફિનિશ મળી શકે છે. આ કારને સ્પૉર્ટી લૂક આપે છે. સાથે જ આમાં પેનારોમિક સનરૂફ, 12.3 ઇંચની ડિજીટલ ઇન્સ્ટૂમેન્ટ ક્લસ્ટર, ગ્રિપ ઇંચ ડાયમન્ડ કટ એલૉય વ્હીલ, ડ્રાઇવર સીટ મસાજર જેવા લેટેસ્ટ ફિચર્સ મળી શકે છે.
દમદાર છે એન્જિન....
Citroen C5 Aircrossમાં 2.0-લીટર, 4-સિલિન્ડર ડીઝલ એન્જિન આપવામાં આવી શકે છે. જે 177 બીએપપીની પૉવર અને 400 ન્યૂટન મીટરની પીક ટૉર્ક જનરેટ કરે છે. દાવો કરવામાં આવ્યો છે કે આ કર જબરદસ્ત માઇલેજ આપશે. આ કાર એક લીટર ફ્યૂલમાં 18.6 કિમી સુધીની રેન્જ આપશે. કારમાં 8 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયરબૉક્સ આપવામાં આવ્યુ છે.
La Maison કન્સેપ્ટ પર બેઝ્ડ છે શૉ રૂમ.....
Citroen ભારતમાં પોતાના શૉરૂમ La Maison કન્સેપ્ટ પર ખોલી રહી છે. કંપનીએ પોતાનો પહેલો શૉરૂમ અમદાવાદમાં ખોલ્યો છે, અને કંપની માર્ચ સુધી દિલ્હી, મુંબઇ, ગુરુગ્રામ, કોલકત્તા, ચેન્નાઇ અને બેંગ્લુરુમાં પણ પોતાના La Maison શૉરૂમ ખોલશે. કંપની આની પહેલી એસયુવીનુ પ્રૉડક્શન તામિલનાડુના થિરુવેલ્લૂર સ્થિત પ્લાન્ટમાં શરૂ કર્યુ છે. આ કારનો મુકાબલો ભારતીય માર્કેટમાં જીપ કમ્પાસ અને હ્યૂન્ડાઇ હ્યૂસન સાથે થશે.
Car loan Information:
Calculate Car Loan EMI