નવી દિલ્હીઃ દેશમાં મોંઘવારી પર કાબૂ મેળવી શકાયો નથી. ખાદ્ય ચીજો મોંઘી થવાથી ડિસેમ્બરમાં છૂટક મોંઘવારી દરમાં વધારો થયો છે. ડિસેમ્બરમાં છૂટક મોંઘવારી દર 7.35 ટકા પહોંચી ગયો છે, જે નવેમ્બરમાં 5.54 ટકા હતો. આ ઉપરાંત ખાદ્ય મોંઘવારી દરમાં પણ વધારો થયો છે. નવેમ્બરમાં ખાદ્ય મોંઘવારી દર 10.01 ટકા હતો, જે ડિસેમ્બરમાં વધીને 14.12 ટકા થઈ ગયો છે.


મોંઘવારીના મુદ્દે સતત ઝટકા

મોંઘવારીના મુદ્દે મોદી સરકારને છેલ્લા થોડા મહિનાથી સતત ઝટકા લાગી રહ્યા છે. ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારી દર 4.62 ટકા હતો, જે નવેમ્બરમાં વધીને 5.54 ટકા થયો હતો.  સપ્ટેમ્બર મહિનામાં આ દર 3.99 ટકા હતો.

મોંઘી થઈ શાકભાજી

ડુંગળી, ટામેટા સહિત અન્ય શાકભાજીના ભાવ વધવાના કારણે ડિસેમ્બરમાં છૂટક મોંઘવારી દરમાં વધારો થયો છે. આ ઉપરાંત પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઉછાળાથી પણ દર વધ્યો છે.

કેન્દ્ર સરકારે રિઝર્વ બેંકને મોંઘવારી દરને ચાર ટકા (બે ટકા ઉપર કે નીચે)ની આસપાસ રાખવાનો લક્ષ્ય આપ્યો છે. જે  હાલ દેશની કેન્દ્રીય બેંકના લક્ષ્યથી ઘણો વધી ગયો છે.


ઓસ્ટ્રેલિયા સામેની વન ડે શ્રેણીમાં એક કેચ ઝડપવાની સાથે જ કોહલી દ્રવિડને રાખી દેશે પાછળ, જાણો વિગત

પતંગરસિયાઓ માટે રાહતના સમાચાર, ઉત્તરાયણના દિવસે નહીં પડે વરસાદ, જાણો કેટલી ઝડપે ફૂંકાશે પવન

IND v AUS: આવતીકાલે પ્રથમ વન ડે, કોહલી પાસે સચિનના વધુ એક રેકોર્ડની બરોબરી કરવાની તક