નવી દિલ્હી: કોરોના વાયરસના વૈશ્વિક અર્થવ્યવસ્થા પર મોટી અસર પડી રહી છે. દેશમાં 21 દિવસ માટે લોકડાઉનની જાહેરાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેની મોટી અસર દેશની અર્થવ્યવસ્થા પડશે. હવે  આર્થિક બાબતોના જાણકારોએ પણ અનુમાન લગાવ્યું છે કે, આ 21 દિવસમાં દેશની અર્થવ્યવસ્થાને કેટલું નુકસાન ભોગવવું પડી શકે છે.

ઈકોનોમીના જાણકારો અનુસાર 21 દિવસના લોકડાઉનમાં દેશની અર્થવ્યવસ્થાને 120 અરબ ડૉલર એટલે કે 9.12 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. દેશની એક જાણીતી બિઝનેસ ચેનલ પર આર્થિક બાબતોના જાણકારોએ આ વાતની સંભાવના વ્યક્ત કરી છે.

જીડીપીના આધારે જોવામાં આવે તો માની શકાય કે, આ આટલા નુકસાન બાદ કુલ જીડીપીના 4 ટકા સુધી તેની અસર જોવા મળી શકે છે. લોકડાઉનના કારણે દેશમાં ઔઘોગિક ગતિવિધિઓ ઠપ થઈ ગઈ છે. પરિવહન સેવાઓ પર રોક લગાવવામાં આવી છે. સરકારના રેવન્યૂનના તમામ મોર્ચ એક્ટિવિટીઝ બંધ થઈ ગઈ છે. જેના કારણે એ સ્પષ્ટ છે કે દેશની આર્થિક વૃદ્ધિની રફ્તાર ખૂબજ ધીમી થઈ જશે.

ઉલ્લેખનીય છે કે, લૉકડાઉન પહેલા જ અનેક ક્રેડિટ રેટિંગ એજન્સીઓએ ભારતની જીડીપી દરનું અનુમાન ઘટાડી દીધું છે અને હવે તો આઈએમએફ એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે, કોરોના વાયરસના કારણે વૈશ્વિક મંદી આવી શકે છે અને આ 2009ના ગ્લોબલ આર્થિક સંકટ કરતા પણ વધારે હશે.

આર્થિક જાણકારો અનુસાર, સરકાર નાણાકીય નુકસાન નક્કી કરેલા લક્ષ્યને પાર કરી શકે છે. સરકારે 2021 માટે નાણકીય ઘાટો 3.5 ટકા પર રહેવાનું અનુમાન લગાવ્યું હતું પરંતુ બ્રિટિશ બ્રોકરેજ હાઉસ બાર્કલેજે અનુમાન આપ્યું છે કે, આ 5 ટકા પર આવી શકે છે.