નવી દિલ્હીઃ કોરોના વાયરસ સંકટના કારણે ચાલી રહેલા લોકડાઉની દેશમાં કંપનીઓ પર વિપરીત અસર જોવા મળી રહી છે.  કંપનીઓ તરફથી સતત છટણી કરવામાં આવતી હોવાની કે કર્મચારીના પગારમાં ઘટાડો કરવામાં આવતો હોવાના સમાચાર વાંચવામાં આવી રહ્યા છે. હવે ટેક્સી સર્વિસ પ્રોવાઇડર ઉબર ઇન્ડિયાએ તેના 600 કર્મચારીઓને નોકરીમાંથી કાઢવાની જાહેરાત કરી છે. જે તેના કુલ વર્કફોર્સના 25 ટકા જેટલી થાય છે.


જે કર્મચારીઓને કાઢવામાં આવી રહ્યા છે તેમાં ડ્રાઇવર્સથી લઈ રાઇડર સપોર્ટ ઓપરેશન્સના સ્ટાફ, અન્ય કામ સાથે સંકળાયેલા લોકો સામેલ છે. ઉબર ઈન્ડિયાના દક્ષિણ એશિયા કારોબારના અધ્યક્ષ પ્રદીપ પરમેસ્વરને એક નિવેદન બહાર પાડીને આ જાણકારી આપી છે. કંપનીના નિવેદન પ્રમાણે કોરોના વાયરસ મહામારીના કારણે આ પગલું ભરવું પડી રહ્યું છે.

પ્રદીપ પરમેસ્વરને જાણકારી આપીને કહ્યું, કંપનીના ભવિષ્ય માટે આ ફેંસલો લેતા ખૂબ દુઃખ થઈ રહ્યું છે. અમારા સાથીઓને છૂટા કરવાનું દુખ છે અને ડ્રાઇવર્સ સહિત તમામ સહયોગી સ્ટાફનો આભાર માનીએ છીએ.

ઉબરે જે લોકોને નોકરીમાંથી કાઢવાની જાહેરાત કરી છે તેમને ત્રણ મહિનાની સેલરી સહિત છ મહિના સુધી મેડિકલ ઈન્શ્યોરન્સની સુવિધા આપી રહી છે.