Debit Credit Card Rule: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના કાર્ડ ટોકનાઈઝેશનના નિયમો 1 જુલાઈથી અમલમાં આવ્યા પછી, વેપારીઓ અને પેમેન્ટ ગેટવેએ તેમના સર્વર પર સેવ કરેલા ગ્રાહકના કાર્ડ ડેટાને કાઢી નાખવો પડશે. આ હેઠળ વપરાશકર્તાએ કોમર્શિયલ વેબસાઇટ્સ પર ચુકવણી કરવા માટે દરેક વખતે કાર્ડની સંપૂર્ણ વિગતો દાખલ કરવી પડશે. આનો અર્થ એ છે કે જ્યારે પણ તમે કોઈ વ્યવહાર કરશો ત્યારે તમારે ડેબિટ-ક્રેડિટ કાર્ડની વિગતો દરેક વખતે દાખલ કરવી પડશે. બેંકોએ તેમના ગ્રાહકોને આ ફેરફારો વિશે જણાવવાનું શરૂ કરી દીધું છે.


અગાઉ આ નિયમ 1 જાન્યુઆરી 2022થી અમલમાં આવવાનો હતો
જણાવી દઈએ કે પહેલા આ નિયમ 1 જાન્યુઆરી, 2022 થી અમલમાં આવવાનો હતો, પરંતુ આ સિસ્ટમ માટે વેપારીઓ અને લોકોને તૈયાર કરવા માટે, RBIએ તેની સમયમર્યાદા 1 જુલાઈ, 2022 સુધી લંબાવી હતી. હવે 1લી જુલાઇને આડે થોડો જ સમય બાકી છે ત્યારે બેંકો અને કોમર્શિયલ વેબસાઇટ્સે આ અંગે  ગ્રાહકોને મેસેજ મોકલવાનું શરૂ કરી દીધું છે.


ટોકનાઇઝેશનનો અર્થ શું છે?
આરબીઆઈના કાર્ડ ટોકનાઇઝેશન નિયમોના અમલીકરણ પછી, વેપારીઓ અને પેમેન્ટ ગેટવેએ તેમના સર્વર પર સંગ્રહિત ગ્રાહકના કાર્ડ ડેટાને કાઢી નાખવો પડશે. હાલના નિયમો મુજબ, ટ્રાન્ઝેક્શન 16 આંકડાનો ડેબિટ-ક્રેડિટ કાર્ડનો નંબર, કાર્ડની એક્સપાયરી ડેટ, CVV અને વન-ટાઇમ પાસવર્ડ અથવા OTP પર આધારિત છે. ટોકનાઇઝેશન એ મૂળ કાર્ડ નંબરને વૈકલ્પિક કોડ સાથે બદલવાની ક્ષમતા છે, જેને 'ટોકન' કહેવાય છે.


શા માટે આ નિયમની જરૂર પડી 
દેશમાં વધી રહેલા ડિજિટલ વપરાશ સાથે, વધુને વધુ લોકો હોટલ, દુકાનો અથવા કેબ બુક કરવા માટે ઓનલાઈન પેમેન્ટનો ઉપયોગ કરે છે અને કેટલીકવાર એક કરતા વધારે વેબસાઇટ્સ અથવા પેમેન્ટ ગેટવેને ઍક્સેસ કરવાનું સરળ બનાવવા માટે તે ચોક્કસ સાઇટ પર તેમના કાર્ડના ડેટાને સેવા કરે છે, જેથી કરીને દરેક ટ્રાન્ઝેક્શન સમયે કાર્ડની વિગતો એડ ન કરવી પડે.


 જો કે, આ પદ્ધતિ સાયબર ફ્રોડને સરળ બનાવે છે અને કેટલીકવાર આ ડેટાના હેક થવાનું જોખમ રહેલું છે. આ સિસ્ટમને સુરક્ષિત બનાવવા અને ઓનલાઈન પેમેન્ટને સુરક્ષિત રાખવા માટે આરબીઆઈએ આ કાર્ડ ટોકનાઈઝેશન સિસ્ટમ લાગુ કરવાની જાહેરાત કરી હતી.