નવી દિલ્હીઃ Yes Bankનાં ગ્રાહકો માટે મોટા સમાચાર છે. આરબીઆઈ દ્વારા નિયંત્રણો મુકવામાં આવ્યા બાદ આજે બેંકે કહ્યું કે, તેના ગ્રાહકો ક્રેડિટ કાર્ડ અને દેવાની ચૂકવણી અન્ય બેંક ખાતાના માધ્યમથી કરી શકે છે. બેંકની આ જાહેરાત તેના ગ્રાહકો માટે રાહતભર્યુ પગલું છે.

આ પહેલા રિઝર્વ બેંકે ગત સપ્તાહે યસ બેંકના કામકાજ પર રોક લગાવી દીધી હતી. બેંકના કામકાજ પર રોક લગાવવામાં આવ્યા બાદ એટીએમ, બેંક બ્રાંચ પરથી રૂપિયા ઉપાડવા માટે લાંબી લાઈનો લાગી હતી. ઉપરાંત ગ્રાહકો ઈન્ટરનેટ બેંકિંગ અને ડિજિટલ ચુકવણી જેવા અન્ય પ્લેટફોર્મ દ્વારા પણ ટ્રાન્ઝેક્શન કરી શકતા નહોતા.


થાપણદારો અને રોકાણકારોને રડાવનારી યસ બેંકના શેરમાં સોમવારે 34 ટકાનો ઉછાળો આવ્યો હતો. આગામી દિવસોમાં આરબીઆઈ યસ બેંક પર મુકવામાં આવેલા નિયંત્રણો હળવા કરી શકે છે. બેંકની ખરાબ સ્થિતિને જોતાં આરબીઆઈએ ગ્રાહકોને 50 હજાર રૂપિયાથી વધારે રકમ નહીં ઉપાડવાની મર્યાદા મૂકી દીધી હતી.

યસ બેંકના જણાવ્યા મુજબ, તેમના એટીએમ પણ હાલ પૂરી રીતે કામ કરી રહ્યા છે અને ગ્રાહકો નિર્ધારીત કરેલી રકમ ઉપાડી શકે છે.

પ્રિયંકાએ પતિ નિક જોનાસ સાથે હોળી મનાવતી તસવીર કરી શેર, કહી આ મોટી વાત

પિતા માધવરાવના પગલે ચાલ્યો જ્યોતિરાદિત્ય, કોંગ્રેસને કહ્યું અલવિદા

હાર્દિક પંડ્યાએ મંગેતર સાથે ઉજવી હોળી, ભાઈ કૃણાલ અને ભાભી પણ હતા સાથે, જુઓ તસવીરો