નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીના કારણે ડીજીસીએ ભારતમાં શેડ્યૂલ આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ ઉડાનોના આવવા-જવા પર પ્રતિબંધ 31 જુલાઆ 2021 સુધી વધાર્યો છે. આ પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય. ઓળ કાર્ગો સંચાલન અને વિશેષ રીતે ડીજીસીએ દ્વાર મંજૂરી આપવામાં આવેલી ઉડાનો પર લાગુ નહીં થાય. પસંદગીના દેશો સાથે દ્વીપક્ષીય એર બબલ સમજૂતી અંતર્ગત ચાલતી ઉડાનો પર પણ કોઇ અસર નહીં થાય.
દેશભરમાં 23 માર્ચ 2020થી લોકડાઉન લાગુ થયા બાદથી આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ ઉડાન સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. પરંતુ મે 2020થી સ્પેશિયલ આંતરરાષ્ટ્રીય ઉડાન વંદ માતરમ ભારત મિશન અંતર્ગત ઉડી રહી છે. વિદેશમાં ફસાયેલા યાત્રીઓને પરત લાવવા વંદે ભારત મિશન ચલાવાયું હતું અને અનેક દેશો સાથે એર બબલ કરાર પણ કર્યો હતો. હાલ ભારતે 24 દેશો સાથે દ્વીપક્ષીય એર બબલ સમજૂતી કરી છે.
ભારતીય વિમાન ઉદ્યોગ ગત વર્ષે લગાવવામાં આવેલા લોકડાઉનમાંથી ઉભરી રહ્યો છે. એપ્રિલમાં મહામારીની બીજી લહેરે દેશને મોટો ઝટકો આપ્યો હતો. જેને લઈ સમગ્ર દેશમાં એરલાઇન્સ ઇન્ડસ્ટ્રીને મોટો ફટકો પડ્યો હતો.
ભારતમાં કોરાના સંક્રમણ મામલા સતત ઘટી રહ્યા છે. જોકે આજે ગઈકાલની સરખામણીએ થોડા વધુ કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 45,951 કેસ નોંધાયા હતા અને 817 લોકોના મોત થયા હતા. જ્યારે 60729 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. ગઈકાલે દેશમાં 37,566 નવા કોરોનાના કેસ આવ્યા છે અને 907 લોકોના મોત થયા છે, જ્યારે 56994 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. દેશમાં સતત ત્રીજા દિવસે કોરોનાથી મૃતકોની સંખ્યા એક હજારથી ઓછી નોંધાઈ છે.
દેશમાં સતત 48મા દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે. 29 જૂન સુધી દેશભરમાં 33 કરોડ 28 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 16 લાખ 21 હજાર લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 41 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે 21 લાખથી વધુ જેટલા કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેનો પોઝિટિવીટી રેટ અંદાજે 3 ટકા કરતાં વધારે હતો.