Diwali 2024: તહેવારો અને અન્ય ખાસ પ્રસંગોએ સોનાની ખરીદી (Investment in Gold) કરવાની પરંપરા આપણા દેશમાં વિશેષ મહત્વ ધરાવે છે. દિવાળી, ધનતેરસ, અક્ષય તૃતીયા જેવા ઘણા તહેવારો પર સોનું ખરીદવું મહત્વપૂર્ણ છે. ઘણા લોકો આ વર્ષે પણ ધનતેરસ પર સોનું ખરીદવાની યોજના બનાવી રહ્યા છે. તો પહેલા જાણી લો કે તમારે કયા પ્રકારના સોના પર કેટલો ટેક્સ (Tax On Gold)  ચૂકવવો પડશે.


ધનતેરસ પર (Invest in gold on Dhanteras)  ઘણા લોકો સોનાના સિક્કા, ડિજિટલ ગોલ્ડ, સોવરિન ગોલ્ડ બોન્ડ જેવી યોજનાઓમાં રોકાણ કરી શકે છે. સોના પર ટેક્સ લાગે છે. ફિઝિકલ ગોલ્ડ અને ડિજિટલ ગોલ્ડ પર સમાન ટેક્સ લાદવામાં આવ્યો છે. સોવરિન ગોલ્ડ બોન્ડ પર લાગુ થતા ટેક્સ નિયમો અલગ છે.


ફિઝિકલ ગોલ્ડ


ડિજિટલ ગોલ્ડ અને ફિઝિકલ ગોલ્ડ પર સમાન ટેક્સ લાગે છે. જો સોનું ખરીદ્યાના ત્રણ વર્ષની અંદર વેચવામાં આવે તો તે કરદાતાની કુલ કરપાત્ર આવકમાં ઉમેરવામાં આવે છે. જ્યારે ત્રણ વર્ષ પછી સોનું વેચવામાં આવે તો તેને લોંગ ટર્મ કેપિટલ ગેઈન ગણવામાં આવે છે. આવી સ્થિતિમાં તેના પર 20 ટકા + 8 ટકા સેસ ચૂકવવો પડશે.


ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ


જો તમે પણ ETFમાં રોકાણ કર્યું છે તો તમારે તમારા આવકવેરા સ્લેબ મુજબ તેની આવક પર ટેક્સ ચૂકવવો પડશે. તમે તેને ત્રણ વર્ષ પહેલાં વેચો કે પછી તેની ટેક્સ ગણતરીઓ પર કોઈ અસર થતી નથી.


સોવરેન ગોલ્ડ બોન્ડ


આ વિકલ્પમાં ટેક્સના વિકલ્પો અલગ છે. જો તેને ખરીદ્યાના ત્રણ વર્ષની અંદર સેકન્ડરી માર્કેટમાં વેચવામાં આવે છે, તો તમારે તમારા ઈન્કમ ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ ચૂકવવો પડશે. જો તમે સોવરિન ગોલ્ડ બોન્ડને ત્રણ વર્ષ સુધી હોલ્ડ કર્યા પછી વેચો છો તો ઈન્ડેક્સેશન પછી તમારે લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ ચૂકવવો પડશે એટલે કે તેના પર 20 ટકા ટેક્સ ચૂકવવો પડશે.


સોવરેન ગોલ્ડ બોન્ડની પાકતી મુદત 8 વર્ષ છે. જો ખરીદનાર તેને પાકતી મુદત સુધી રાખશે તો તેના પર કોઈ ટેક્સ લાગશે નહીં. આ વિકલ્પમાં પાંચ વર્ષ પછી અર્લી રિડેમ્પશનનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે.


Gold Silver Price: સોના, ચાંદીની કિંમતમાં ઉછાળો, દિવાળી અગાઉ એક લાખ પહોંચશે સિલ્વરની કિંમત