Gold Silver Price: ભારતીય બુલિયન માર્કેટમાં સોમવારે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. ચાંદીની કિંમત 97 હજાર રૂપિયા પ્રતિ કિલો અને સોનાની કિંમત 78 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ પહોંચી ગઈ છે. સોના અને ચાંદીના ભાવમાં વધારાનું કારણ વૈશ્વિક અશાંતિ માનવામાં આવી રહી છે. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ની વેબસાઈટ અનુસાર, સોમવારે 24 કેરેટ સોનાની કિંમત 558 રૂપિયા વધીને 77,968 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ છે, જે પહેલા 77,410 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી.


સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. સોમવારે એક કિલો ચાંદીની કિંમત 4,884 રૂપિયા વધીને 97,167 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. શુક્રવારે ચાંદીનો ભાવ 92,283 રૂપિયા પ્રતિ કિલો હતો.


LKP સિક્યોરિટીઝના કોમોડિટી અને કરન્સીના વાઇસ પ્રેસિડેન્ટ (રિસર્ચ એનાલિસ્ટ) જતિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે ચાંદીના ભાવમાં સારો ઉછાળો જોવા મળી રહ્યો છે. સોનાનો ભાવ 78,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચવાને કારણે લોકો ચાંદી તરફ આગળ વધી રહ્યા છે. ચાંદીના ભાવમાં વધારાનું કારણ EV સેક્ટર અને ફોટોવોલ્ટિક એપ્લીકેશનમાં ચાંદીનો વધતો ઉપયોગ છે.


ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (MCX) પર ચાંદીના ભાવ વધીને 98,000 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી પોતાના ઓલટાઇમ હાઇ 34 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ છે. જો તે 34 ડોલરનું સ્તર તોડે તો ચાંદીમાં વધુ વધારો થઈ શકે છે અને MCX પર  1,00,000 રૂપિયાનું સ્તર જોવા મળી શકે છે.


રોકાણકારોને સલાહ આપતા ત્રિવેદીએ કહ્યું હતું કે આ ઘટાડા સમયે ચાંદી ખરીદવી એ યોગ્ય વ્યૂહરચના હશે. જો કોઈ ઘટાડો થાય તો રોકાણકારોએ ખરીદીની તકો શોધવી જોઈએ.


મિસ્ડ કોલ કરીને જાણો સોના-ચાંદીની કિંમત


ibja કેન્દ્ર સરકારની રજાઓ અને શનિવાર અને રવિવારના દિવસે દરો જાહેર કરતું નથી. જો તમે 22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના રેટ જાણવા માંગતા હો, તો તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. મિસ્ટ કોલ પછી તરત જ એસએમએસ દ્વારા દરો પ્રાપ્ત થાય છે. સોના કે ચાંદીના દર જાણવા માટે, તમે www.ibja.co અથવા ibjarates.com પર પણ જઈ શકો છો.


IT sector: ફ્રેશર્સને આઇટી સેક્ટરમાં મળશે હજારો નોકરીઓ, કંપનીઓની યોજના તૈયાર