નવી દિલ્હીઃ જો તમે મોબાઈલ ફોન અથવા નેટ બેન્કિંગથી ટ્રાન્ઝેક્શન કરો છો તો સાવધાન થઈ જાવ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પ્લેસ્ટોર અને એપસ્ટોર પર રહેલ એનીડેસ્ક પ્લે (Any Desk App) ડાઉનલોડ ન કરવાની સલાહ આપી છે. આરબીઆઈ અનુસાર, આ એપ તમારા બેંક ખાતા અને વોલેટમાં રહેલ રૂપિયા મિનિટોમાં ઉડાવી શકે છે.



આરબીઆઈનું કહેવું છે કે, વિતેલા ઘણાં દિવસોથી યૂપાઆઈ પ્લેટફોર્મ પર લેવડ દેવડ કરનારાની સાથે ફ્રોડના કિસ્સા વધી રહ્યા છે. હેકર્સ મોબાઈલ ફોનને રિમોટ એક્સેસથી લઈને બેંક ખાતામાંથી રૂપિયા ઉડાવી રહ્યા છે. આરબીઆઈએ બેંકોને નિર્દેશ આપ્યા છે કે તે લોકોને એની ડેસ્ક એપ દ્વારા થનારા ફ્રોડને લઈને જાગરૂક કરે. કારણ કે મોટાભાના લોકો ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી જ લેવડ દેવડ કરે છે. એવામાં લોકોને આ ફ્રોડથી બચાવવા જરૂરી છે.



આરબીઆઈ અનુસાર, આ એપને ડાઉનલોડ કરવાની ભલામણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા મળે છે. એપ ડાઉનલોડ થતા જ તે તમને એક 9 ડિજિટનો કોડ આપે છે. ત્યાર બાદ ફ્રોડ કરનાર તમારી પાસેથી આ કોડ લઈ લેશે. ત્યાર બાદ એપર પર પરમિશન માગવામાં આવશે. જેવા જ તમે એપ્રૂવ કરશો કે તરત જ તમારા ફોનનું રિમોટ એક્સેસ હેકરને મળી જશે. ત્યાર બાદ તે મોબાઈલમાં પહેલાથી રહેલ બેન્કિંગ એપ દ્વારા તમારા રૂપિયા ગાયબ કરી દેશે. આરબીઆઈનું આ એલર્ટ માત્ર યૂપીઆઈ જ નહીં પરંતુ અન્ય પેમેન્ટ એપ્સ પર પણ લાગુ થાય છે.