ફોર્ડ એસ્પાયરને ગત વર્ષે ઓક્ટોબરમાં ફેસલિફ્ટ કરવામાં આવી હતી. હાલ આ કાર પેટ્રોલ અને ડીઝલ બંને વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. ડીઝલ મોડલ 215 Nmનો ટોર્ક જનરેટ કરે છે. બંને એન્જિનમાં 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ મળે છે.
CNG કિટવાળા એસ્પાયરમાં બે વર્ષ કે એક લાખ કિલોમીટરની વોરંટી પણ મળશે. ગ્રાહકોએ દર બે વર્ષે કે 20,000 કિલોમીટરમાં એક વખત તેમની સીએનજી કીટની સર્વિસ કરાવવી પડશે. કંપનીનો દાવો છે કે એસ્પાયર સીએનજી સેગમેન્ટની એકમાત્ર પાવર્ડ કોમ્પેક્ટ સેડાન છે. જેમાં સ્ટાન્ડર્ડ તરીકે બે ફ્રન્ટ એરબેગ્સ આપવામાં આવી છે.
બીજા ફીચર્સની વાત કરવામાં આવે તો ઇન બિલ્ટ સેટેલાઇટ નેવિગેશન, બ્લૂટૂથ કનેક્ટિવિટી અને 7 ઇંચ ટચસ્ક્રીન સાથે ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, રિયર વ્યૂ કેમેરા, રિમોટ સેંટ્રેલ લોકિંગ, ઓટોમેટિક એર કન્ડીશનર અને પાવર વિન્ડોઝ આપવામાં આવ્યા છે.