ન્યૂયોર્કઃ લાંબા સમયથી કોન્ટેટ પોલિસીને લઇને વિવાદમાં રહેલા ફેસબુકને બીજા ત્રિમાસિક ગાળામાં નુકસાન ભોગવવું પડ્યું છે. બુધવારે ફેસબુકે જાણકારી આપી હતી કે બીજા ત્રિમાસિક ગાળામાં સેલ અને યુઝર ગ્રોથમાં ઘટાડો થયો છે. આ સાથે ફેસબુકના સારા પ્રદર્શનની આશા નહીવત છે. ફેસબુકના ફાઇનાન્સિયલ અધિકારી ડેવિડ વેનરે કહ્યું હતું કે, ત્રીજા અને ચોથા ત્રિમાસિક ગાળામાં નફો ઓછો થઇ શકે છે. ત્યારબાદ ફેસબુકના શેરમાં 24 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ ઘટાડા બાદ ઝુકરબર્ગને 2 કલાકમાં જ 168 કરોડ ડોલરનું નુકસાન ઉઠાવવું પડ્યું છે. બ્લૂમબર્ગ બિલિયનિયર્સ ઇડેક્સના મતે ઝુકરબર્ગ છઠ્ઠા સ્થાન પર આવી ગયા છે. એક રિપોર્ટ અનુસાર, આ વર્ષના અંત સુધીમાં ઝુકરબર્ગને 137 કરોડ ડોલરનું નુકસાન થઇ શકે છે.
ફેસબુકને ભાગ્યે જ નુકસાનનો સામનો કરવો પડ્યો છે. છેલ્લે 2015માં ફેસુબકને નુકસાન થયું હતુ. ફેસબુકને ડેટા પ્રાઇવેસી મામલે તપાસ, ઝુકરબર્ગને યુએસ કોગ્રેસ સમક્ષ રજૂ થવાને કારણે કંપનીની પ્રતિષ્ઠામાં ઘટાડો. આ ત્રિમાસિક ગાળામાં યુરોપના જટિલ નિયમોની પણ અસર થઇ છે.
આ સમસ્યાને કારણે 2.23 અબજ યુઝર્સ ધરાવતી કંપનીને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ફેસબુકના મતે જૂનમાં તેના 1470 કરોડ ડેઇલી યુઝર્સ હતા. ત્રિમાસિક ગાળામાં ફેસબુકને 42 ટકાનો ફાયદો થયો છે.