FREE TRADE: ઇન્ડિયા-ઓસ્ટ્રેલિયા વચ્ચે  ફ્રી ટ્રેડ શરૂ થયો છે. ECTA અંતર્ગત પહેલું કન્સાઇનમેન્ટ સુરતથી ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવ્યું છે. ભારતથી ઓસ્ટ્રેલિયાની કસ્ટમ ડ્યુટી રદ થતા એક્સપોર્ટમાં વધારો થશે. ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ECTA કરાર થતા એક્સપોર્ટ ડ્યુટી નાબૂદ કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા ઇન્ડિયાનું એક્સપર્ટ પાંચ ટ્રિલિયન ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્યાંક છે.  જેને લઇને હવે ફોરેન પોલિસી જે ટ્રેડની છે તેમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. 


અલગ અલગ દેશો સાથેની પોલીસીમાં ઘણો ફેરફાર કરવામાં આવ્યો છે.  જેને કારણે એક્સપોર્ટને વધુમાં વધુ ગતિ મળી શકે. ઓસ્ટ્રેલિયા જતા ગુડ્સ ઉપર 5% ડ્યુટી નાબૂદ કરવામાં આવી. ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે આજે કરાર થયો. 98 જેટલી વસ્તુઓ પર ઑસ્ટ્રેલિયા ડ્યુટી ફ્રી કરશે. જ્વેલરી પર 5 ટકા ડ્યુટી લાગતી હતી જે રદ્દ કરવામાં આવી છે,જેનો લાભ જ્વેલરી ઉદ્યોગને થશે. કરાર આધારિત પ્રથમ એક્સપોર્ટ સુરત ખાતેથી શરૂ થયું. ફ્લેગ ઓફ સેરેમનીનું આયોજન કરાયું હતું. કસ્ટમ અધિકારી, ડિજીએફટી વિભાગના પણ અધિકારીઓ હાજર રહ્યા હતા.


ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ECTA કરાર થતા ભારતથી ઓસ્ટ્રેલિયા જતા ગુડ્ઝ પર ખુબ મોટી રાહત થઈ છે. ભારતથી ઓસ્ટ્રેલિયા જતા ગુડ્ઝ પર પહેલા પાંચ ટકા જેટલી ડ્યુટી લાગતી હતી તેના કારણે એક્સપોર્ટ મોંઘુ થતું હતું.આંતરરાષ્ટ્રીય સ્તરો પર અન્ય દેશો કરતા ભારતના ગુડ્ઝો પર એક્સપોર્ટ ડ્યુટી વધુ લાગતા ભારતને ખૂબ મોટું નુકસાન થતું હતું. પરંતુ આ કરાર થયા બાદ હવે દેશના એક્સપોર્ટને ખૂબ મોટો લાભ થશે. હવે ઇન્ડિયાથી ઓસ્ટ્રેલિયા જતા ગુડ્ઝ પર કોઈપણ પ્રકારની ડ્યુટી લાગશે નહીં. તેના કારણે ખૂબ મોટા પ્રમાણમાં એક્સપોર્ટ થઈ શકશે. ભારત સરકાર દ્વારા સતત એક્સપોર્ટ કરવા માટે નવા નવા કરારો અન્ય દેશો સાથે કરવામાં આવી રહ્યા છે. આજે ભારતના ઉદ્યોગ જગત માટે ઐતિહાસિક દિવસ સમાન છે. ફ્રી ટ્રેડ પોલિસી આગળ વધી રહી છે. 


ભારતથી હવે જે પ્રોડક્શન જતો હતો તેમાં ખૂબ મોટો વધારો થવાની શક્યતા છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફ્રી ટ્રેડ પોલિસી આગળ વધી રહી છે. જેના કારણે તમામ ઉદ્યોગોને મોટો લાભ થાય તેવી પૂર્ણ શક્યતાઓ છે.સુરતથી આજે ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના કરારનો પહેલું કન્સાઈનમેન્ટ મોકલવામાં આવ્યું હતું. ગોલ સ્ટેટેડ જ્વેલરીનું આજે કન્સાઇનમેન્ટ મોકલવામાં આવ્યું હતું. એક્સપોર્ટ માટે સર્ટિફિકેટ ઓફ ઓરિજિનનું ખૂબ જ મહત્વ હોય છે. ગણતરીની મિનિટોમાં જ એક્સપોર્ટ કરનારને આ સર્ટિફિકેટ મળી જશે અને તે કસ્ટમ વિભાગને પણ આપી દેવામાં આવશે. જેનાથી ખૂબ જ ઓછા સમયમાં આ પ્રક્રિયા પૂર્ણ થશે.ખાસ કરીને સુરત જેવા શહેરમાં ડાયમંડ મેન્યુફેક્ચરિંગ થઈ રહ્યું છે અને જ્વેલરીઓ પણ બની રહી છે ત્યારે રફ ડાયમંડ પોલીસ કરવાની અને ત્યારબાદ જ્વેલરી તૈયાર કરવાનો હબ સુરત શહેર બની રહ્યું છે ત્યારે સીધા અન્ય દેશોમાં ઝડપથી એક્સપોર્ટ કરી શકશે. 


સુરતથી ડાયમંડ ઉદ્યોગને ઓસ્ટ્રેલિયામાં હવે ઝડપથી મેન્યુફેક્ચરિંગ થયેલા જ્વેલરી સહિતના પ્રોડક્ટને ઝડપથી મોકલવામાં સરળતા રહેશે.સુરતથી આજે ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના કરારનો પહેલું કન્સાઈનમેન્ટ મોકલવામાં આવ્યુંછે.કેન્દ્ર સરકાર દ્વારા ઔદ્યોગિક નીતિઓમાં જે નિર્ણયો લેવાઇ રહ્યા છે તે ખૂબ જ મદદરૂપ થશે. ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે થયેલા આ કરારને કારણે હવે ભારત અત્યારે 300 મિલિયન ડોલરનું એક્સપોર્ટ કરી રહ્યું છે જે વધીને 2027 સુધીમાં 800 મિલિયન ડોલરનું એક્સપોર્ટ કરતો થશે. 


ડાયમંડ સહિતની ટેક્સટાઇલ તેમજ અન્ય મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટને અન્ય દેશોની સરખામણીએ વધુ એક્સપોર્ટ કરશે તેવી આશા છે.કેન્દ્ર સરકાર જે દિશામાં કામ કરી રહી છે તેનાથી ઉદ્યોગ જગતમાં ખૂબ મોટા લાભ થઈ રહ્યા છે. આજે મને સૌભાગ્ય મળ્યું છે કે સુરતથી પહેલું ગોલ્ડ સ્ટેડેડ હું અહીંથી ઓસ્ટ્રેલિયા મોકલી રહ્યો છું. સારી બાબત એ છે કે જે પણ સર્ટિફિકેટની પ્રોસેસ હોય છે તે ખૂબ જ ઝડપથી થઈ જાય છે તેના કારણે અમારી તકલીફો પણ ઓછી થઈ રહી છે. સરકાર જે પ્રકારના પગલાં લઈ રહી છે તેનાથી એકવાર સ્પષ્ટ થઈ રહી છે કે આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર અન્ય દેશોની સરખામણીએ ભારતનું એક્સપોર્ટ તમામ ક્ષેત્રે ખૂબ વધવાનું છે.